કરુણ ઘટના/ દશેલામાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, ચાર લોકોના મોત: એક લાપતા

ચિલોડા-હિંમતનગર હાઈવે પર ધણપ-દશેલાની સીમમાં આવેલા ઘાણા તળાવમાં કાર સાથે પાંચ લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે.

Gandhinagar Top Stories Gujarat Breaking News

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક દુઃખદ ઘટના ઘટી છે. અહીં ચિલોડા-હિંમતનગર હાઈવે પર ધણપ-દશેલાની સીમમાં આવેલા ઘાણા તળાવમાં કાર સાથે પાંચ લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાંથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. દશેલાનો યુવક અને અન્ય ચાર યુવકો અમદાવાદના નરોડાથી આવી રહ્યા છે.

આ તમામ મિત્રો કારમાં રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે દશેલા પાસેનું ઓવરફ્લો થયેલા તળાવમાં કાર સવારે સ્ટેરીંગ પરનો કાબુ ગ્માંવ્યો અને કાર તળાવના તણાઈ ગઈ. કારમાં સવાર પાંચેય મિત્રો તળાવમાં ડૂબી ગયા હતા.

આપને જણાવી દઈએ કે, આ પાંચ વ્યક્તિના પરિવારજનો તેઓને ફોન કરી રહ્યા હતા પરંતુ એકેયનો ફોન લાગ્યો ન હતો.   પરંતુ તેમનું લોકેશન દુશેલાની આસપાસ હતું, જેથી પોલીસને કાર તળાવમાંથી મળી આવી હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડે મૃતકોની શોધખોળ હાથ ધરી છે, જેમાં ચાર યુવકોના મૃતદેહ મળી આવ્યા છે.

આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય

આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે