Ahmedabad News : કાલુપુરમાં ગાંધી રોડ પર પર આવેલી અરિહંત ગિફ્ટ અનેડ કિચેઈન શોપ પર દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે 489 ઈ સિગારેટ અને રિફીલનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે આ કેસમાં મનોજ જુમારજી, ભરતજી દરબાર અને રાકેશ લખારાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય 11 ફરાર આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તપાસમાં આરોપી મનોજ જુમારજી ઈ સિગારેટ વેચનાર મુખ્ય આરોપી હોવાનું તથા એક વર્ષ પહેલા તેની સામે આ જ પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે અન્ય બે આરોપી ગોડાઉનમાં કામ કરતા હોવાનું બહાર આવ્યું હતું.
ફરાર આરોપીઓમાં ઈ સિગારેટ મુંબઈથી મોકલનારા શખ્સ સહિત 11 આરોપીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:ડીસામાં ઘી ના ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટક્યુ
આ પણ વાંચો:ડીસા અને રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 38ને પાર, જાણો રાજ્યમાં કેવું છે હવામાન?
આ પણ વાંચો:ડીસામાં 46 લાખની લૂંટમાં 250 CCTV ચકાસી અંતે 7 શખ્સો ઝડપી લેવાયા, 6 મહિના કરી હતી રેકી