Gujarat News : ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે 13 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયો છે. અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
ગુરુવારે સાંજના સમયે અને રાત્રે ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે રાજકોટ, અમરેલી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં અનેક વૃક્ષો અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં હતાં. પવનની ગતિ એટલી તેજ હતી કે ઈમારતોની બારીના કાચ તૂટી ગયા હતા.આજે 13 જિલ્લામાં ઓરેન્જ અલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
જ્યારે યલો એલર્ટમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, દ્વારકા, બોટાદનો સમાવેશ થાય છે.હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 2 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવા વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમુક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં પવનની ગતિ 50 કિમી પ્રતિકલાક સુધી નોંધાય તેવી શક્યતા છે. 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તેવી શક્યતા પણ કરવામાં આવી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. સુરતમાં આગામી 27 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની પણ આગાહી કરાઇ છે. જેને લઇને સુરતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
ત્રણ ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે.હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમની મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે. હાલ તે મજબૂત લો પ્રેશર છે, આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે વાવાઝોડાનો ખતરો ટળ્યો તેવું માની શકાય છતાં પણ હજુ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે તથા આની સૌથી વધુ અસરથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે 30 મે સુધી રાજ્યની અંદર વરસાદ ચાલુ રહેશે.
રાજ્યમાં વાવાઝોડા અને અચાનક વરસાદની આગાહીની અસરથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ તાલુકા સહિત આસપાસના ગામડાઓના અનેક ખેડૂતો વરસાદને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લઈ રહ્યા છે. તૈયાર ડાંગરનો પાક પલળી ન જાય તે માટે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈ નજીકની કૃષિ મંડળીઓ ખાતે પહોંચી રહ્યાં છે. હાલમાં સુરતમાં બે દિવસ ભારે વરસાદ પડતાં ખેડૂતોને ભારે નુકશાન થયું છે. બાકીના પાકને નુકશાન ન થાય આ માટે કૃષિ મંડળીઓ ખાતે પહોંચી રહ્યાં છે. એક જ દિવસમાં કૃષિ મંડણીમાં 80 જહાર ગુણીની આવક નોંધાઈ છે.સુરત શહેરમાં ગત રાત્રિના ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે લગ્ન મંડપ વાવાઝોડાની ઝપેટમાં આવી જતા ધરાશાયી થયો હતો. વરસાદ અને ભારે પવનના કારણે મંડપમાં નુકસાન થયું છે. જોકે સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી. રાત્રિના ફૂંકાયેલા ભારે પવન દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતાં.ભરૂચના લીમડી ચોક વિસ્તારમાં આવેલી દરગાહની અંદર આવેલા લીમડાનું વર્ષો જૂનું ઝાડ ધરાશાયી થયાની ઘટના મોબાઇલના કેમેરામાં કેદ થઇ હતી.ભરૂચના સીટી અને અનેક તાલુકાઓમાં વાવાઝોડા સાથે મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઇને વીજળી પુરવઠા પર અસર જોવા મળી હતી.વડોદરામાં મોડી રાત્રે વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો હતો.
ભારે પવનથી ઝૂંપડાવાસીઓના છાપરાં ઉડ્યા હતા.હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. જે માછીમારો દરિયામાં ગયા છે તેઓને પણ પરત ફરી જવા સૂચના આપવામાં આવી છે.25 મેના રોજ હળવાથી મધ્યમ વાવાઝોડા સાથે વીજળી સાથે 45-55 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી જેવા છૂટાછવાયા સ્થળોએ જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
26 મેના રોજ વીજળી અને 50-60 કિમી પ્રતિ કલાકથી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી જેવા છૂટાછવાયા સ્થળોએ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુરુવારે સાંજના સમયે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ તાલુકા, ગોંડલ અને અમરેલીના વડીયામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં અને રાજકોટ શહેરમાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા હતા. પવનની ગતિ એટલી તેજ હતી કે, બારીઓના કાચ તૂટી ગયા હતા.
આ પણ વાંચો:ગુજરાતમાં 18 જીલ્લામાં ગાજવીજ સાથે મેઘો ત્રાટકશે, ખેડૂતોએ રહેવું પડશે સાવધાન
આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું
