Gujarat Weather/ LIVE: ગુજરાતમાં 18 જીલ્લામાં ગાજવીજ સાથે મેઘો ત્રાટકશે, ખેડૂતોએ રહેવું પડશે સાવધાન

દાદરા નગર હવેલી અને ડાંગ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat

Gujarat Weather: હવામાન વિભાગે વરસાદની નવી આગાહી કરી છે. ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ (Cyclonic system) સક્રિય થઈ છે. અંદામાન નિકોબાર, દક્ષિણ પશ્ચિમ બંગાળમાં ચોમાસું બેસી ગયું છે. આ વખતે ગુજરાતમાં 15 દિવસ વહેલા ચોમાસું બેસશે. નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દાદરા નગર હવેલી અને ડાંગ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

આગામી 22 અને 23 મે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 18 જીલ્લાઓમાં છુટોછવાયો વરસાદ વરસશે. અમદાવાદ, ભુજમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ 40 ડિગ્રી, સુરત 37 ડિગ્રી, વડોદરા 38 ડિગ્રી, રાજકોટ 39 ડિગ્રી, ભુજ 40 ડિગ્રી, ભાવનગર 40 ડિગ્રી, પોરબંદર 34 ડિગ્રી, દ્વારકા 34 ડિગ્રી, ડીસા 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસાદ પડશે. ખેડૂતોએ પાકને ખુલ્લામાં ન મૂકવાની ચેતવણી આપવામાં આવી છે.

આગામી 7 દિવસ વરસાદની શક્યતા ભરપૂર રહેલી છે. સૌરાષ્ટ-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. અંદામાન નિકોબાર, દક્ષિણ પશ્ચિમ બંગાળમાં ચોમાસું બેસી ગયું છે. આ વખતે ગુજરાતમાં 15 દિવસ વહેલા ચોમાસું બેસશે. નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દાદરા નગર હવેલી અને ડાંગ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ (Monsoon) વહેલું આવી શકે છે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના કેટલાક ભાગોમાં 15 જૂન પહેલાં તેની શરૂઆત થવાની આગાહી કરી છે. જ્યારે ઘણા વિસ્તારોમાં પહેલાથી જ ચોમાસા પહેલાના વરસાદ (Rain)નો અનુભવ થઈ ચૂક્યો છે, ત્યારે ગઈકાલે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આ સાયક્લોનિક પેટર્ન (Cyclonic pattern) 23 મે સુધી ચાલુ રહેવાની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ફરી આવશે માવઠું, પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે

આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું