Gujarat Weather: ગુજરાતમાં ખરાબ હવામાન (Bad Weather)ને કારણે 3 દિવસમાં 21 લોકોએ જીવ ગુમાવ્યો છે. જોરદાર વાવાઝોડામાં મોટી સંખ્યામાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ઉખડી ગયા હતા. આ કારણે રાજ્યભરમાં અકસ્માતો થયા. જેમાંથી 21 લોકોના મોત થયા હતા. દક્ષિણ પાકિસ્તાન અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા ચક્રવાતી દબાણને કારણે હવામાન વિભાગે 11 મે સુધી રાજ્યમાં વરસાદ (Rain) અને ભારે પવનની આગાહી કરી છે. IMD એ એલર્ટ આપતા કહ્યું છે કે લોકોએ સાવધ રહેવું જોઈએ. આંબાવાડીઓમાં કેરીઓના પાકને મોટું નુકસાન થવાથી બજારમાં કેરીઓ સસ્તા ભાવે મળશે તેવી ગ્રાહકોમાં આશા જાગી છે.
વડોદરા અને અમદાવાદમાં જોવા મળી. વડોદરાના સોમતલાવ નજીક રિક્ષા પર હોર્ડિંગ પડતાં રિક્ષા ચાલકનું મોત થયું હતું. અમદાવાદમાં પણ ભારે રસ્તાથી ભૂવો પડી ગયો હતો, જેના લીધે રીક્ષાચાલક રીક્ષા સાથે ભૂવામાં પડતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાન અને ભારે પવનને કારણે મોટાભાગના મૃત્યુ ખેડામાં થયા છે. જ્યાં ઝાડ પડવાથી બે લોકોના મોત થયા હતા અને ઇમારત અને કામચલાઉ છત પડવાથી બે લોકોના મોત થયા હતા. વડોદરામાં ત્રણ લોકોના મોત થયા. જ્યાં બે લોકોનું વીજળીના આંચકાથી અને એકનું હોર્ડિંગ પડવાથી મોત થયું હતું.
ગુજરાતમાં 103 તાલુકામાં 1 મીમીથી લઈ પોણા 7 ઈંચ સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના અમરેલીમાં 2.5 ઈંચ, ભાવનગરમાં પોણા 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખંભાતમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું હતું. 21 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગે મંગળવારે શહેરમાં વધુ વરસાદની આગાહી કરી છે. 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાતા ઘણા વિસ્તારોમાં ધૂળના તોફાનો થયા, જેના કારણે દૃશ્યતામાં ઘટાડો થયો અને રસ્તાઓ પર હોર્ડિંગ્સ પડી ગયા. મંગળવારે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તારેડી, વાલાવાવ, સથરા, માળવા, બોડા, ભદૌર વગેરે ગામોમાં ભારે પવન અને વીજળીના ચમકારા વચ્ચે બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. તરેડીમાં, વર્ષો પહેલા, સરકારે ગ્રામ પંચાયતને ટેલિફોન માટે એક ટાવર ફાળવ્યો હતો, જે લગભગ 100 ફૂટ ઊંચો હતો. આ ટાવર અચાનક ભારે પવનને કારણે પડી ગયો. ટાવર ધરાશાયી થવાથી ગામમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદનું એલર્ટ, પવનની ગતિ ધીમી પડશે
આ પણ વાંચો:આગામી 2 દિવસ રાજ્યમાં પડશે કરા,15થી વધુ જીલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે, વાતાવરણમાં મોટો પલટો આવશે
