Gujarat Weather/ આગામી 2 દિવસ રાજ્યમાં પડશે કરા,15થી વધુ જીલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

ગુજરાતીઓએ આખા એપ્રિલમાં હીટવેવ, લૂ અને ઊંચા તાપમાનનો પ્રકોપ ઝીલ્યો હતો, ઊંચા તાપમાને ગુજરાતીઓની સ્થિતિ કફોડી કરી નાખી હતી, તેમા હવે સળંગ એક અઠવાડિયું રાહત મળે તેવી સંભાવના છે.

Top Stories Gujarat

Gujarat Weather News: આગામી 5 થી 8 મે દરમિયાન તીવ્ર માવઠું (Unseasonal Rainfall) થવાની સંભાવના છે. આ ઉપરાંત ગાજવીજ સાથે બેથી ચાર ઇંચ વરસાદ વડી જાય તો પણ આશ્ચર્ય ન થવું જોઈએ. આગામી ચાર દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. બે દિવસ હળવા ઝાપટા સાથે માવઠું (Unseasonal Rainfall) પૂરું થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે માવઠાની સંભાવના છે. આ ઉપરાંત અડધાથી ત્રણ ઇંચ જેટલો વરસાદ (Rainfall) પણ પડવાની સંભાવના છે. ભારે પવન ફૂંકાવાથી આજે પણ ગિરનારમાં રોપ-વે સેવા બંધ રહેશે.

આજથી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.  કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, દાહોદ, નર્મદા, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  કેટલાક વિસ્તારોમાં કરા પડવાની આગાહી કરાઈ છે. આજે 60 કિમીની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે. આગામી 5 દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે.

Cyclonic circulation over Bay of Bengal expected on May 6: Here is how Cyclone Mocha got its name - CNBC TV18

તેમણે જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં તો તાપમાન 40 ડિગ્રીથી પણ નીચે ઉતરી જશે અને એક અઠવાડિયા સુધી આમ રહેતા ગરમીમાંથી રાહત મળશે. પાક.માં સર્જાયેલું  આ સાઇક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત માટે મોટી રાહત લઈ આવશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ચારથી છ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે. વંટોળ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં 50થી 60 કિલોમીટરની ઝડપે ભારે પવનો ફૂંકાશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે તોફાની-કમોસમી વરસાદ (Unseasonal Rainfall)ની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં તોફાન સાથે વરસાદ (Heavy rain)ની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાશે.  કેટલાક વિસ્તારોમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થશે. આગામી 6થી 10 મે અતિભારે વરસાદ (Heavy rain)ની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું આવશે. બાગાયતી પાકોને અસર થાય તેવો કમોસમી વરસાદ પડશે. 11 મેના રોજ ભારે પવનથી શરૂ થશે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી (Pre-Monsoon Activity) શરૂ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગરમીનો પારો ઊંચે જશે! ધુમ્મસભર્યુ વાતાવરણ રહેશે

આ પણ વાંચો:ભીષણ ગરમીથી રક્ષણ મેળવવા આ 5 બાબતોનું રાખો ધ્યાન

આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે વધારો