Pakistan News/ વિસ્ફોટોનો અવાજ, સાયરનનો પડઘો… પાકિસ્તાનના લાહોરમાં ગભરાટ, વિસ્ફોટ પછી ચારેય તરફ ધુમાડો, ધુમાડો

પાકિસ્તાનના સમા ટીવીના અહેવાલ મુજબ, ગુરુવારે સવારે લાહોરના વોલ્ટન રોડ પર મોટા વિસ્ફોટો સંભળાયા હતા. વોલ્ટર એરપોર્ટ નજીક લાહોરના ગોપાલ નગર અને નસીરાબાદ વિસ્તારોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો સંભળાયા.

Top Stories World

Pakistan news: પાકિસ્તાન(Pakistan) ભારત(India)ના ઓપરેશન સિંદૂર(Operation Sindoor)થી ડરી ગયું છે. આ કાર્યવાહી હેઠળ, નવ સ્થળોએ પાકિસ્તાની આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. હવે સમાચાર એ છે કે લાહોરમાં સતત વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે, જેના કારણે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા છે અને બહાર ભેગા થઈ ગયા છે. વિસ્તારમાં આતંકનો માહોલ છે.

પાકિસ્તાનના સમા ટીવીના અહેવાલ મુજબ, ગુરુવારે સવારે લાહોરના વોલ્ટન રોડ પર મોટા વિસ્ફોટો સંભળાયા હતા. વોલ્ટર એરપોર્ટ નજીક લાહોરના ગોપાલ નગર અને નસીરાબાદ વિસ્તારોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો સંભળાયા. સાયરન વાગ્યા પછી, લોકો ડરીને પોતાના ઘરની બહાર નીકળી ગયા. આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા પણ ઉંચા જોવા મળ્યા.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે વોલ્ટન એરપોર્ટ નજીક ડ્રોન બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ ડ્રોનને કારણે થયો હોઈ શકે છે. જામિંગ સિસ્ટમના કારણે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હોવાનું કહેવાય છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે લાહોરના અક્સરી 5 રોડ પાસે પણ બે મોટા વિસ્ફોટો સંભળાયા હતા. અહીં નેવલ કોલેજમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો.

તમને જણાવી દઈએ કે આતંકવાદની કમર તોડવા માટે, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળના સંયુક્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં બહાવલપુર, મુરીદકે, ગુલપુર, ભીમ્બર, ચક અમરુ, બાગ, કોટલી, સિયાલકોટ અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે. બહાવલપુરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય અને મુદિરકેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર રાખ્યું હતું. પીએમ મોદીએ છેલ્લા એક અઠવાડિયાથી સતત યોજાયેલી બેઠકોમાં સ્પષ્ટ કર્યું હતું કે પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ હિન્દુ પુરુષોને નિશાન બનાવ્યા હતા, જેના કારણે તેમની પત્નીઓ વિધવા બની હતી. આવી સ્થિતિમાં, ભારતે એક કડક સંદેશ આપવો પડ્યો કે આતંકવાદીઓને આ રીતે ભાગી જવા દેવા નહીં.ભારતીય ગુપ્તચર એજન્સી RAW એ હવાઈ હુમલા માટેના બધા લક્ષ્યોને ઓળખી કાઢ્યા હતા, ત્યારબાદ લશ્કર અને જૈશના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Operation Sindoor Live: PM મોદીએ 3 દેશોનો પ્રવાસ સ્થગિત કર્યો

આ પણ વાંચો:Operation Sindoor: સેનાની મહિલા અધિકારીઓએ નિભાવી મહત્વની ભૂમિકા

આ પણ વાંચો:Operation Sindoor: સેના, એરફોર્સ અને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ