અમરેલી,
વિધાનસભાના વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીના પિતાનું અવસાન થયું છે. પરેશ ધાનાણીના પિતા ધીરૂભાઇ ધાનાણીનું 75 વર્ષે અવસાન થયું છે.
જો કે ધીરૂભાઇ ધાનાણીનું ટૂંકી માંદગી બાદ અવસાન થતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ જવા પામ્યો છે. ધીરૂભાઇ ધાનાણીની અંતિમ યાત્રા અમરેલીના નિવાસ સ્થાનેથી બપોરેના સમયગાળા દરમિયાન નિકળવાની છે.
પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને આ વિશે જાણ કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ઈશ્વર ઈચ્છા બળવાન. અમારા પિતાશ્રીનું 25 ડિસેમ્બરનાં રોજ દુ:ખદ અવસાન થયું છે.’
"ઈશ્વર ઈચ્છા બળવાન"
અમારા પુજ્ય પિતા શ્રી ધીરૂભાઈ રવજીભાઈ ધાનાણીનુ તા.૨૫ ડિસે.ના રોજ દુઃખદ અવસાન થયેલ હોય ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે એવી હૃદયથી પ્રાર્થના કરું છુ,
અંતિમ વિધિ આજે તા.૨૬ ડિસે.ના રોજ બપોરે ૩-૦૦ કલાકે અમારા નિવાસ સ્થાને ગજેરાપરા, અમરેલી ખાતે રાખવામાં આવેલી છે. pic.twitter.com/obCLeahg3S
— Paresh Dhanani (@paresh_dhanani) December 25, 2018
ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પણ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું,
गुजरात में विपक्ष के नेता @paresh_dhanani जी के पिताजी श्री धीरूभाई धनानी जी के निधन की खबर अत्यंत दुःखद है।ईश्वर परेश जी और उनके परिवार को इस अपूरणीय क्षति को सहन करने की शक्ति दे।मैं दिवंगत आत्मा की शांति के लिए प्रार्थना करता हूँ।
— MLC Dr.Pradnya Rajeev Satav (@SATAVRAJEEV) December 25, 2018
ગુજરાત કૉંગ્રેસનાં પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતુ
Saddened by the unfortunate demise of the father of @paresh_dhanani. My deepest & dearest condolences to @paresh_dhanani & his family in this hour of grief.
May the departed soul rest in peace. My thoughts & prayers with him and his family. 🙏
— Amit Chavda (@AmitChavdaINC) December 25, 2018
‘વિપક્ષ નેતા પરેશ ધાનાણીનાં પિતાનું અચાનક અવસાન થતા દુ:ખની લાગણી અનુભવુ છું. ભગવાન ધાનાણી પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે.’
