Bhavnagar News:PM મોદી (PM modi) શનિવારે એટલેકે 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગર (Bhavnagar) આવી રહ્યા છે.સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને તેમની મુલાકાતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પ્રધાનમંત્રી બે કલાકથી વધુ સમય માટે ભાવનગરમાં રહેશે.આ કાર્યક્રમ ભાવનગરના જવાહર મેદાનમાં યોજાઈ શકે છે. આ દરમિયાન તેઓ શિપિંગ મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે અને શિપિંગ સંબંધિત નવી નીતિઓની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત કેટલાક મહત્વપૂર્ણ એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે.
આ ઉપરાંત, પ્રધાનમંત્રી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના લગભગ 100 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન પણ કરશે. આ કાર્યક્રમોની સાથે, પ્રધાનમંત્રીનો રોડ શો પણ થવાની શક્યતા છે, જેના માટે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:PM મોદી આજે ‘જ્ઞાન ભારતમ’ પોર્ટલ લોન્ચ કરશે, તે હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન તરફ એક મોટું પગલું લેવાશે !
આ પણ વાંચો:ટ્રમ્પ ભારત સાથે વેપાર વાટાઘાટો માટે તૈયાર, કહ્યું – હું PM મોદી સાથે વાત કરવા આતુર છું
આ પણ વાંચો:GST દરોમાં ધરખમ ઘટાડો કરવા બદલ CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીનો માન્યો આભાર

