Surat News/ વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીની AI થી ચોરી કરતા ઝડપાઇ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાક વિદ્યાર્થીઓ મોબાઇલની બ્રાઇટનેસ ઓછી કરીને ગેલેરીમાં સેવ કરેલા પુસ્તકોના ફોટા જોઈને જવાબ લખી રહ્યા હતા.

Top Stories Gujarat Surat Breaking News
વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થી

Surat News: વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU)ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સ તથા હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરી ચોરી કરવાની ઘટનાઓ સામે આવતાં યુનિવર્સિટીએ સખ્ત પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં એક વિદ્યાર્થિનીએ ચેટ GPTની મદદથી કોડિંગના જવાબ લખવાનો પ્રયાસ કર્યો હતો, જે પકડાઈ ગઈ હતી. આ સાથે જ મોબાઇલ, સ્માર્ટવોચ, બ્લૂટૂથ એરબર્ડ્સ જેવા ગેજેટ્સ છુપાવીને લઈ જવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં મોબાઇલ લઈ આવ્યા હતા

જેમાં એક વિદ્યાર્થિની વોશરૂમમાં જઈને મોબાઇલ પર ચેટ GPT ખોલી કોડિંગના જવાબ મેળવવાનો પ્રયાસ કરતી પકડાઈ હતી. એટલુજ નહીં કેટલાક વિદ્યાર્થીઓ મોબાઇલની બ્રાઇટનેસ ઓછી કરીને ગેલેરીમાં સેવ કરેલા પુસ્તકોના ફોટા જોઈને જવાબ લખી રહ્યા હતા. ત્યારે એક વિદ્યાર્થિની લાંબા વાળ નીચે છુપાવેલા બ્લૂટૂથ એરબર્ડ્સથી બહારની વ્યક્તિ સાથે વાત કરી જવાબ લખતી પણ પકડાઈ હતી.તો ઘણા વિધાર્થીઓ દ્વારા સ્માર્ટવોચમાં પ્રશ્નોના જવાબ સેવ કરીને અથવા રીઅલ-ટાઇમમાં મેસેજ મેળવીને ચોરીના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

ચેકિંગ દરમિયાન કોપી જણાઈ આવે તો માર્ક્સ કાપી લેવા સૂચના અપાય

આ ગેરરીતિઓ સામે આવતાં જ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે તમામ સંલગ્ન કોલેજોને તાત્કાલિક સૂચના આપી છે. અને નવી ગાઇડલાઇન્સ તેમજ સજાઓની જાહેરાત કરવામાં આવી છે.પરીક્ષા હોલમાં મોબાઇલ, સ્માર્ટવોચ, એરબર્ડ્સ સહિત કોઈપણ ઇલેક્ટ્રોનિક ગેજેટ લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સાથે જ પરીક્ષા પહેલાં અને પછી દરેક વિદ્યાર્થીનું શારીરિક ચેકિંગ ફરજિયાત છે.પરીક્ષા દરમિયાન CCTV કેમેરા દ્વારા સતત મોનિટરિંગ થશે તેમજ પ્રશ્નપત્ર અને ઉત્તરવહીની ચેકિંગ માટે વિશેષ સ્ટાફની નિમણૂક પણ કરાશે.

નીચે મુજબ ચોરી પકડાઈ તો રૂ. 2500થી 10 હજાર સુધીનો દંડ

કાગળ કે અન્ય પુસ્તકોની સ્લિપ રાખવી અને તેમાં જોઈને ઉત્તરવહીમાં લખવું.

હાથ કે પગ પર જવાબો લખવા.

ડ્રેસ, રૂમાલ કે પાટિયા પર લખવું અને તેમાંથી જવાબો મેળવવા.

કેલ્ક્યુલેટર કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે પકડાઈ જવું અથવા તેનો ઉપયોગ કરવો અને જવાબો લખવા.

ઉપકરણની કે બીજી અન્ય ચોરીમાં દંડ 

માત્ર મોબાઇલ,ગેજેટ રાખવું,સંબંધિત વિષયનું પેપર રદમાં  ₹3,000 દંડ

ગેજેટથી કોમ્યુનિકેશન કરવું,પેપર રદ ,આગામી બે પરીક્ષામાં બેસવાની મંજૂરી નહીં  મળે જેમાં  ₹10,000 દંડ

AI અથવા ગેજેટની મદદથી જવાબ લખવો,પેપર રદ ,આગામી પરીક્ષામાં બેસવાની મંજૂરી નહીં  મળે જેમાં  ₹4,000 દંડ

કાપલી, હાથ-પગ પર લખાણ વગેરેમાં ₹2,500થી ₹10,000 સુધીનો દંડ

આ ઉપરાંત ગંભીર કેસોમાં વિદ્યાર્થીને સેમેસ્ટર,વર્ષ ગુમાવવાની અને કાયમી ધોરણે યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટીની પણ જોગવાઈ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, શૈક્ષણિક જમીન નવરાત્રી માટે ભાડે આપવાનો આરોપ

આ પણ વાંચો:વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, પરીક્ષામાં ગેરરીતિ, ABVPના બે જૂથો વચ્ચે લડાઈ

આ પણ વાંચો:સુરતમાં ABVPના કાર્યકરોનું વીર નર્મદ યુનિવર્સિટી બહાર વિરોધ પ્રદર્શન