જુના દિલ્હીના રેલવે સ્ટેશન યાર્ડમાં ઉભેલી એક ટ્રેનના ડબ્બામાંથી મહિલાની લાશ મળવાની ગુથ્થી પોલીસે સુલઝાવી લીધી છે. ટ્રેનમાં મળેલા શબના મામલે શરુઆતમાં પોલીસે લૂંટનો સામાન્ય મામલો માન્યો હતો. પરંતુ રહસ્ય કંઈક અલગ જ નીકળ્યું. મહિલાના પતિએ ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમા પત્ની ખોવાઈ હોવાનો રિપોર્ટ દાખલ કર્યો હતો, પરંતુ કહાણીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જયારે પતિ જ હત્યારો નીકળ્યો. પતિએ એલઆઇસી પોલિસીના પૈસા માટે મહિલાની હત્યા કરી હોવાની વાત કબૂલ કરી છે. એની યોજના એલઆઇસી દ્વારા મળનારા પૈસાથી બીજા લગ્ન કરવાની હતી.

હત્યાના આરોપમાં મહિલાના પતિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખાણ ગોરખપુરના રહેવાસી અબ્દુલ હાકિમ અન્સારી (52) રૂપે થઇ છે. પોલીસનું કહેવાનું છે કે ઘરેલુ કલેશ અને આપસમાં ભરોસો ન હોવાના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે આ મામલામાં વધારે તપાસ માટે આરોપીને કોર્ટમાં રજુ કરીને ત્રણ દિવસના રિમાન્ડ લીધા છે.
રેલવેના ડીસીપી દિનેશ કુમાર ગુપ્તાનું કહેવાનું છે કે 7 જુલાઈએ જુના દિલ્હીના રેલવે સ્ટેશન યાર્ડમાં ઉભેલી મુરાદાબાદ પેસેન્જર ટ્રેનના કોચમાંથી લગભગ 40 વર્ષની એક મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની ઓળખાણ વિશે કોઈ સંકેત મળ્યા નહતા. પોલીસની ઘણી ટીમો મહિલાની ઓળખ કરવામાં લાગી ગઈ હતી. 23 જુલાઈએ મહિલાની ઓળખાણ મેશર જહાંના રૂપે થઇ હતી.
ડીસીપીએ જણાવ્યું કે લાશની ઓળખાણ મહિલાના પતિએ કરી હતી. એણે પોલીસને જણાવ્યું કે એની પત્ની 6 જુલાઈએ કહ્યા વિના ઘરેથી ક્યાંક જતી રહી હતી. જે બાદ 7 જુલાઈએ એણે ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં મિસિંગ રિપોર્ટ દાખલ કર્યો હતો. બંનેના લગ્ન 6 વર્ષ પહેલા થયા હતા. આ મામલે તપાસ માટે દ્વારકા જિલ્લાના તહેસીલદારને પણ સૂચના આપવામાં આવી છે. જેમણે સીઆરપીસી સેક્શન 176 હેઠળ મામલાની તપાસ કરવાની અનુમતિ પોલીસને આપી છે.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મહિલાના પતિ હાકિમ અંસારીએ પોતાનું ઘર બીજી જગ્યાએ શિફ્ટ કરી લીધું હતું. મહિલાના પરિજનોએ હાકીમ પર શંકા દર્શાવી હતી. આ આધાર પર પોલીસે હાકિમ નું મોનીટરીંગ શરુ કર્યું. પોલીસ પૂછપરછમાં હાકીમ પડી ભાંગ્યા અને એલઆઇસી પૈસા માટે માટે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.
