Gujarat Local Body Election 2026/ અમદાવાદના EVM  ડિસ્પેચની કામગીરી પૂરી થઈ

અમદાવાદમાં બધા જ મતદાન મથકો પર ઇવીએમ પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ ઇવીએમ પહોંચાડવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં કુલ 48 વોર્ડ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના પડઘમ શમી ગયા છે અને હવે રવિવારે ચૂંટણીનો જંગ મંડાશે. તેની તડામાર તૈયારી આખા રાજ્યમાં ચાલી રહી છે. આખા રાજ્યમાં આ ચૂંટણીની તૈયારી ચાલતી હોય તો પછી અમદાવાદ જે આખા રાજ્યનું સૌથી મોટું શહેર છે ત્યાં તો તૈયારી કેવી રહેવાની. સ્વાભાવિક રીતે અહીં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તડામાર તૈયારી ચાલી રહી છે.

પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની સાથે-સાથે વહીવટીતંત્ર પણ ચૂંટણીને લઈને તડામાર તૈયારી કરી રહ્યુ છે. અમદાવાદમાં બધા જ મતદાન મથકો પર ઇવીએમ પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ ઇવીએમ પહોંચાડવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં કુલ 48 વોર્ડ છે. આ કુલ 48 વોર્ડ માટે ચાર સ્થળોએથી ઇવીએમ ડિસ્પેચની કામગીરી પૂરી થઈ ગઈ છે. આ ઈવીએમ પહોંચાડવામાં આવ્યા પછી દરેક ઇવીએમની ચકાસણી કરવામાં આવશે. તે ખામીવાળુ છે કે ખામીવગરનું તે જોકાશે. મોક મતદાન સેશન પણ યોજવામાં આવશે. ઇવીએમ પહોંચાડનારા વાહનો જીપીએસથી સજ્જ છે.

ચૂંટણીપંચના તમામ મથકના કર્મચારીઓ પણ દરેક મતદાન મથકોએ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. તે ટૂંક સમયમાં તેમનું કામકાજ સંભાળી લેશે તેમ માનવામાં આવે છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મતદાન મથક પર સવારે મોક પોલ કરવાની સૂચના પણ આપવામાં આવી છે, જેથી ઇવીએમ યોગ્ય રીતે ચાલે છે કે નહીં તે જોઈ શકાય.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન મથકોએ પણ વહીવટીતંત્ર દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને છાંયડો મળી રહે તે માટે કેટલાય સ્થળોએ લાંબી લાઇન માટે મંડપ પણ ગોઠવાયા છે, કેટલાય સ્થળોએ વધારાના પંખા પણ રાખવામાં આવ્યા છે. આ સિવાય ઓઆરએસના પાઉચ પણ રાખવામાં આવ્યા છે, જેથી મતદારોને ડીહાઇડ્રેશનથી બચાવી શકાય. આ સિવાય મતદાનમથક પર ઉમેદવારની તબિયત લથડે તો તેને ઘટનાસ્થળે જ સારવાર આપવા દરેક મતદાન મથકની બહાર 108ની એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે. તેની સાથે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોને ઓન ડ્યુટી રહેવા માટે જણાવી દેવાયું છે.


આ પણ વાંચો : અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે તંત્ર સુસજ્જ

આ પણ વાંચો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ

આ પણ વાંચો :સુરતમાં CMની ભવ્ય રેલી, AAPને સીધી ટક્કર