Gujarat Heatwave Alert/ ગુજરાતમાં હજુ પારો 3 ડિગ્રી વધશે, અમદાવાદમાં યલો બાદ હવે ઓરેન્જ એલર્ટની ચેતવણી

ગુજરાતમાં ગરમીનો પારો વધશે. Ahmedabadમાં આવતીકાલે ૪૪ ડિગ્રી તાપમાનની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર. અમરેલી ૪૩.૩ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર.

Top Stories Ahmedabad Gujarat Others
Ahmedabad Temperature News:

Ahmedabad Temperature News: ગુજરાતમાં હવે ઉનાળો તેનું અસલી રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીમાં હજુ પણ વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે. ખાસ કરીને અમદાવાદ અને અમરેલી જેવા શહેરોમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.

તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં રાજ્યના સરેરાશ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આનો અર્થ એ છે કે અત્યારે પડી રહેલી ગરમી કરતા પણ વધુ આકરો તાપ લોકોને સહન કરવો પડશે.

Ahmedabad Temperature News:

Ahmedabad માં ‘ઓરેન્જ એલર્ટ’ની ચેતવણી

અમદાવાદમાં ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે અને આજે શહેરમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, આવતીકાલે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે તેવી આગાહી કરવામાં આવી છે, કારણ કે અમદાવાદમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. આ ગરમીના વધતા જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ માટે આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

અમરેલી બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર

છેલ્લા 24 કલાકના આંકડા મુજબ, સૌરાષ્ટ્રનું અમરેલી શહેર રાજ્યમાં સૌથી વધુ ગરમ નોંધાયું છે. અમરેલીમાં તાપમાનનો પારો 43.3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ સિવાય ગાંધીનગરમાં 41.1 ડિગ્રી અને રાજ્યના અન્ય ભાગોમાં પણ પારો 40 ડિગ્રીની ઉપર સ્થિર રહ્યો છે.

લૂ થી બચવા તંત્રની અપીલ

વધતી જતી ગરમી અને હીટવેવને જોતા આરોગ્ય વિભાગે લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા સલાહ આપી છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ સીધા તડકાથી બચવું જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવું, સુતરાઉ કપડાં પહેરવા અને ઓઆરએસ (ORS) કે લીંબુ શરબતનો ઉપયોગ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો : ઉત્તર ભારતમાં હીટવેવનો કહેર, IMDનું એલર્ટ જારી, દિલ્હીમાં તાપમાન 44°C પાર

આ પણ વાંચો : અમદાવાદમાં અસહ્ય ગરમી : આગામી 7 દિવસ IMDનું યલો એલર્ટ જાહેર

આ પણ વાંચો : દિલ્હી, યુપી, બિહારમાં ગરમીનું એલર્ટ; તાપમાન 45°C થી ઉપર વધવાની સંભાવના