New Delhi News/ મદ્રાસ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : લગ્ન બાદ મહિલાઓની ‘પર્સનલ લાઇફ’ ખતમ થતી નથી

મહિલાની પાસે પોતાના પતિની મંજૂરી કે સાઇન વિના પાસપોર્ટ માટેની અરજી કરવાનો પૂરો અધિકાર છે

Top Stories India

New Delhi News : મહિલાની પાસે પોતાના પતિની મંજૂરી કે સાઇન વિના પાસપોર્ટ માટેની અરજી કરવાનો પૂરો અધિકાર છે. મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં એક મામલાની સુનાવણી દરમિયાન આ મહત્‍વપૂર્ણ ટિપ્‍પણી કરી છેજેમાં હાઈકોર્ટે કહ્યું કે લગ્ન પછી મહિલાઓની પર્સનલ લાઇફ ખતમ નથી નથી. મહિલાઓએ પાસપોર્ટ બનાવવા જેવા કામો માટે પતિની મંજૂર લેવી જરુરી હોવી જોઈએ નહીં. મહિલાની પાસે પોતાના પતિની મંજૂરી કે સાઇન વિના પાસપોર્ટ માટેની અરજી કરવાનો પૂરો અધિકાર છે.

જસ્‍ટિસ એન આનંદ વેંકટેશે સુનાવણી દરમિયાન કહ્યું કે પાસપોર્ટ માટે અરજી કરવા પણ પતિની મંજૂરી લેવાની જરુરિયાત મહિલાઓની આઝાદીમાં અવરોધ છે અને આ પિતળસત્તાક સમાજની નિશાની છે. કોર્ટે જે.રેવતી નામની મહિલાની અરજી પર સુનાવણી દરમિયાન ઉપરોક્‍ત ટિપ્‍પણી કરી છે.

ચેન્નઇ સ્‍થિત ક્ષેત્રીય પાસપોર્ટ ઓફિસે રેવતીના પાસપોર્ટની અરજી એ આધાર પર સ્‍થગિત કરી હતી કે તેના પતિના અરજીપત્ર(ફોર્મ-જે) પર હસ્‍તાક્ષર હતા નહીં. રેવતીએ ૨૦૨૩માં મોહનકળષ્‍ણન નામના વ્‍યક્‍તિ સાથે લગ્ન કર્યા હતા. બંને વચ્‍ચે વિવાદ થયા પછી પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી, જેના પર ચુકાદો પડતર હતો.

આ દરમિયાન રેવતીએ પાસપોર્ટ માટે અરજી કરી, પરંતુ પાસપોર્ટ ઓફિસે પતિના હસ્‍તાક્ષર વિના તેની અરજીને મંજૂર કરવાનો ઈનકાર કર્યો હતો. ત્‍યાર પછી રેવતીએ હાઈકોર્ટમાં ન્‍યાય માટે અરજી કરી હતી. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, લગ્ન પછી અરજદારની પોતાની ઓળખ છે અને પત્‍ની કોઈ પણ રૂપમાં પતિની મંજૂર કે હસ્‍તાક્ષર વિના પાસપોર્ટ માટે અરજી કરી શકે છે. પાસપોર્ટ માટે અરજી કરવા પતિ પાસેથી મંજૂરી લેવાની પ્રથા સમાજ માટે સારા સંકેત નથી. હાઈકોર્ટે પાસપોર્ટ અધિકારીઓને ચાર સપ્તાહમા પાસપોર્ટ ઈશ્‍યુ કરવાનો આદેશ આપ્‍યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોને મંજૂરી આપવામાં આવશે નહીં; અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યા, કહ્યું તમે લોકો દેશને તોડી નાખશો

આ પણ વાંચો:મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વકફ બિલને કોર્ટમાં પડકારશે, કહ્યું- રસ્તાઓ પર વિરોધ કરશે

આ પણ વાંચો:અમિત શાહનો વક્ફ બિલ પર કોંગ્રેસ પર કટાક્ષ, અમે તેમની જેમ સિમિતિઓ નથી બનાવતા