અમદાવાદ
પીએમ મોદીએ નવરાત્રીના તહેવાર પર ગરબો લખ્યો છે તેની તો સૌને ખબર જ હશે પણ આ ગરબો જેટલો ખાસ છે તેટલું જ ખાસ આ ગરબામાં ઘૂમનારા કલાકારો પણ છે. આ ગરબામાં ઘૂમનારા કલાકારો અંધકન્યા પ્રકાશગૃહ મેમનગરની વિદ્યાર્થીનીઓ છે.
આ ગરબાના બોલ છે ગાય તેનો ગરબો ને..જીલે તેનો ગરબો…ગરબો ગુજરાતની ગરવીની રાત છે..
જુઓ વિડીયો
#WATCH Visually challenged girls performed a song which was written by PM @narendramodi pic.twitter.com/VVHbKrgwnc
— ANI (@ANI) October 13, 2018
આ વિદ્યાર્થીનીઓએ જે રીતે ગરબા રમ્યા છે તે જોઇને સૌ કોઈ ચોક્કસથી અચંબામાં પડી જશે. આ વિડીયોના નિર્માતા અને દિગ્દર્શક ડો. બિંદુ ત્રિવેદી અને શૈલેષ ગોહિલ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ફેમસ સિંગર એટલે કે ઐશ્વર્યા મજમૂદાર અને અમી નીરજ પરીખે આ ગરબાને સુંદર અવાજ આપ્યો છે. તૃષા શાહ દ્વારા આ ગરબા માટે અંધકાન્યાઓને કોરિયોગ્રાફી કરાવવામાં આવી હતી.
