Ahmedabad News/ ગુજરાતનાં હવામાનમાં પલટો, વીજળી સાથે વરસાદ પડતાં 5નાં મોત

આજે રાજકોટ, અમરેલી, દાહોદ, છોટાઉદેપુર સહિતમાં વરસાદ વરસ્યો હતો

Top Stories Gujarat Breaking News

Ahmedabad News : રાજ્યમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં આજે રાજકોટ, અમરેલી, દાહોદ, છોટાઉદેપુર સહિતમાં વરસાદ વરસ્યો હતો. બીજીતરફ  દાહોદમાં વીજળી પડતા પિતા-પુત્રનું મોત થયું છે. જયારે સુરતના માંગરોળમાં પણ વરસાદે એક વ્યક્તિનો ભોગ લીધો હતો. છેલ્લે મળતી માહિતી મુજબ 5 લોકોનાં મોત થયા છે.

વડોદરામાં ધૂળની ડમરીઓ ઉડી

અસહ્ય ઉકળાટ બાદ વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાયો હતો. જેથી ધૂળની ડમરીઓ ઉડી હતી. જેને પગલે વાહન ચાલકો પરેશાન થયા હતા.

ભરૂચમાં કાળા ડિબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી જ ભારે બફારા બાદ સાંજે વરસાદ પડતા ગરમીમાં આંશિક રાહત મળી છે. ભરૂચ સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.

ઘોઘંબા તાલુકામાં ભારે પવન ફૂંકાયો

ઘોઘંબા તાલુકામાં ભારે પવન ફૂંકાયો હતો. મોડી સાંજે ભારે પવન આવતા શહેરના રસ્તાઓ પર ચારે તરફ પતરા, ઝાડની ડાળીઓ અને છાપરા ઉડીને પડ્યા હતા. ઘોઘંબા તાલુકામાં અંધકારમય વાતાવરણ થઈ ગયું હતું. પવનની તીવ્રતા એટલી હતી કે, લારી-ગલ્લાવાળાઓના પતરા પણ ઉડી ગયા હતા. આ પરિસ્થિતિને જોતાં શહેરના બજારો સ્વયંભૂ બંધ થઈ ગયા હતા. વાવાઝોડાંને કારણે શહેરમાં દોડધામ મચી ગઈ હતી. બીજી બાજુ અવર જવર કરી રહેલા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલકી વેઠવી પડી હતી.

તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો

તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે બફારા બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વ્યારા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

છોટા ઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

છોટા ઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. સાંજના લગભગ સાડા ચાર વાગ્યાથી વાતાવરણ વાદળછાયું સર્જાયું હતું. ભારે પવન ફુંકાયો હતો. જે બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ, નસવાડી, બોડેલી અને સંખેડામાં સમાજના લગભગ સવા પાંચ વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

દાહોદમાં વીજળી પડવાથી પિતા-પુત્રનું મોત

દાહોદ નજીક મુવાલીયા ગામે વીજળી પડવાથી પિતા-પુત્રનું મોત થયું છે. મુવાલીયા ગામે ચોરા ફળિયા માં રહેતા પિતા-પુત્રનું વીજળી પડવાથી ઘટના સ્થળે મોત થયું છે. ઘરની બહાર પિતા-પુત્ર બેઠા હતા, તે દરમિયાન વીજળી પડતા બંન્નેના મોત થયાં છે. જેથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લામાં બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બગસરા ખાંભા સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા.

રાજકોટ-શહેરમાં મેધરાજાનું રૌદ્ર સ્વરૂપ

રાજકોટ-શહેરમાં મેધરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. વીજળીના કડાકા ભડાકાં સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમજ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ પણ થઈ હતી. વીજળીના ભયાનક દ્દશ્યો સામે આવ્યાં હતા.

સુરતમાં વરસાદી ઝાપટા 

સુરતમાં અસહ્ય બફારા વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે. જેમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કતારગામ ,અડાજણ ,અઠવા અમરોલી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતા રોડ પાણીથી તરબોળ થઈ ગયા હતા. તેમજ નોકરી પરથી ઘરે જતા લોકો વરસાદના કારણે અટવાયા હતા. તે સિવાય સુરતના માંગરોળમાં વરસાદને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટના: એરપોર્ટ પર ‘બર્ડ હિટ’ થવાના જાણો મુખ્ય કારણો

આ પણ વાંચો:કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદ આવશે, દુર્ઘટના સ્થળની લેશે મુલાકાત

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટના: 1500 કરોડ સુધી પહોંચી શકે છે વીમાનો દાવો