Not Set/ ધોનીનાં આઉટ થયા બાદ ક્રિકેટ ફેનને લાગ્યો ઝાટકો, ગુમાવ્યો જીવ

ક્યારેક કોઇ રમતમાં શ્વાસ રોકાઇ જાય તેવો મુકાબલો જોવા મળતો હોય છે પરંતુ જો અસલમાં કોઇ રમતનાં કારણે કોઇનો શ્વાસ બંધ થઇ જાય તો તેના વિશે આપ શું કહેશો. આવી એક ઘટના આ વિશ્વકપનાં સેમીફાઈનલ બાદ જોવા મળી હતી. વિશ્વકપથી ટીમ ઈન્ડિયાનાં બહાર થવાથી એક ક્રિકેટ ફેનને એટલો મોટો ઝાટકો લાગ્યો કે તેની મોત થઇ […]

Top Stories Sports

ક્યારેક કોઇ રમતમાં શ્વાસ રોકાઇ જાય તેવો મુકાબલો જોવા મળતો હોય છે પરંતુ જો અસલમાં કોઇ રમતનાં કારણે કોઇનો શ્વાસ બંધ થઇ જાય તો તેના વિશે આપ શું કહેશો. આવી એક ઘટના આ વિશ્વકપનાં સેમીફાઈનલ બાદ જોવા મળી હતી. વિશ્વકપથી ટીમ ઈન્ડિયાનાં બહાર થવાથી એક ક્રિકેટ ફેનને એટલો મોટો ઝાટકો લાગ્યો કે તેની મોત થઇ ગઇ. આ ઘટના કોલકતાની છે.

આપને જણાવી દઇએ કે, જ્યારે માન્ચેસ્ટરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમવામાં આવેલી પ્રથમ સેમીફાઇનલનું રોમાંચ તેની ટોચ પર હતુ. છેલ્લા 11 બોલમાં ભારતને 25 રનની જરૂર હતી. ધોની 49મી ઓવરનાં ત્રીજા બોલમાં બે રન ભાગવાની ફિરાકમાં આઉટ થયો હતો. તે સમયે, કોલકાતા સ્થિત સાયકલ દુકાનદાર શ્રીકાંત મૈતી, તેની દુકાનમાં મોબાઇલ ફોન પર મેચ જોઇ રહ્યો હતો.

સેમીફાઈનલની આ રોમાંચથી ભરેલી મેચમાં માર્ટિન ગુપ્તીલે એક થ્રો ફેંકી કરોડો ભારતીયોને નિરાશ કરી દીધા હતા, તેણે ટીમ ઇન્ડિયાના કરોડો ચાહકોને જ નિરાશ કરવાની સાથે કોલકતાનાં શ્રીકાંત મૈતીને એવો આઘાત પહોંચાડ્યો, જે તે સહન ન કરી શક્યો અને ધોનીનાં આઉટ થયાનાં તુરંત બાદ દુકાનની અંદર તેનો શ્વાસ રોકાઇ ગયો.

શ્રીકાંત મૈતીનાં પરિચિત દુકાનદારોની માનીએ તો અચાનક ઉચો અવાજ સાંભળી લોકો દુકાનમાં મદદ માટે પહોચ્યા. ત્યા જઇને જોયુ તો તે માણસ જમીન પર પડેલો દેખાયો. જેને આ અવસ્થામાં જોઇ લોકો ડરી ગયા હતા. તેમ છતા લોકોએ તેને ઉચો કરી હોસ્પિટલ લઇ ગયા જ્યા ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન