કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોહમ્મદ શામીના સપોર્ટમાં ઉતર્યા છે .ભારત -પાકિસ્તાન સામે 10 વિકેટથી હારી જતાં ભારતના ફાસ્ટ બોલર શામી પર સોશિયલ મીડિયા પર તેમને અપશબ્દો અને અનેક બાબતોને લઇને નિશાન સાંધવામાં આવ્યું ત્યારે રાહુલ ગાંધીએ તેમનું સમર્થન કરીને મોટી નાત કહી..
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું, ‘મોહમ્મદ શમી, અમે તમારી સાથે છીએ. આ લોકો નફરતથી ભરેલા છે, કારણ કે તેમને કોઈ પ્રેમ આપતું નથી. તેમને માફ કરો.’ અગાઉ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું હતું કે રમતગમતને રમત બનવા દેવી જોઈએ અને તેમાં કોઈ રાજનીતિ ન હોવી જોઈએ.
Mohammad #Shami we are all with you.
These people are filled with hate because nobody gives them any love. Forgive them.
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2021
ચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ સહિતના ભૂતપૂર્વ અને વર્તમાન ભારતીય ખેલાડીઓએ પણ શમીનું સમર્થન કર્યું હતું, જેને વિશ્વ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે દેશની ક્રિકેટ ટીમની પ્રથમ હાર બાદ સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવ્યા હતા.
રવિવારે ટી 20 વર્લ્ડ કપની પોતાની શરૂઆતની મેચમાં ભારતને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન શમી ભારતનો સૌથી મોંઘો બોલર સાબિત થયો અને તેણે 3.5 ઓવરમાં 43 રન આપ્યા. આ પછી શમી સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો. કેટલાક યુઝર્સે તેને પાકિસ્તાન જવા માટે પણ કહ્યું હતું.
।
