Jamnagar News: જામનગરમાં નકલી ઘી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ચાલતી ફેક્ટરી (Jamnagar Fake Ghee Factory) પર પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી અંદાજે 932 લિટર ઘીનો જથ્થો જપ્ત (Adulterated Ghee) કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂ. 5.77 લાખથી વધુ થાય છે. પોલીસે મનસુખ ખીમસૂર્યા નામના એક શખ્સની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન ‘કેટી બંધન – કાઉસ પ્યોર ઘી’ના સ્ટીકર લગાવેલા 2,160 ડબ્બા પણ મળી આવ્યા હતા.
Jamnagar Fake Ghee Factory: વાડીમાં મશીનરીથી ઘી બનાવવાનું કામ ચાલતું હતું
પોલીસની ટીમ પેટ્રોલિંગમાં (Gujarat Police Raid) હતી તે દરમિયાન બાતમી મળી હતી કે જામનગરના રહેવાસી ભરત ખીમસૂર્યા અને મનસુખ ખીમસૂર્યા રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં નકલી ઘી બનાવવાનું કામ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન મનસુખ ખીમસૂર્યા વાડીમાં હાજર મળી આવ્યો હતો. ત્યાં મશીનરીની મદદથી ઘી બનાવવાની કામગીરી ચાલી રહી હતી. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને (Food Safety Department) જાણ કરતાં અધિકારી ડો. આર.જે. કોટડિયા સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘીના નમૂના લઈને તપાસ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
2,160 ડબ્બા સીલબંધ હાલતમાં મળ્યા
ગ્રામ્ય DySP મીત રુદલાલે જણાવ્યું હતું કે, સ્થળ પરથી 200 મિલીલીટરના 2,160 ડબ્બા સીલબંધ હાલતમાં મળી આવ્યા હતા. આ ડબ્બા પર ‘કેટી બંધન – કાઉસ પ્યોર ઘી’નું લેબલ લગાવવામાં આવ્યું હતું. પોલીસે આ તમામ ડબ્બા કબજે કર્યા છે.

આ ઉપરાંત આશરે 500 લિટર ઘીનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. કુલ મળીને પોલીસે અંદાજે 932 લિટર ઘીનો જથ્થો જપ્ત (Fake Ghee Seized) કર્યો છે, જેની કિંમત રૂ. 5,77,840 હોવાનું જણાવાયું છે.
ઘીનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે
DySP મીત રુદલાલના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરી કેટલા સમયથી કાર્યરત હતી તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘીના નમૂનાઓનું પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસે આ મામલે મનસુખ ખીમસૂર્યાની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: વડોદરામાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, પામોલીન તેલમાંથી ઘી બનાવાતું હોવાની આશંકા
આ પણ વાંચો: કડીમાં નકલી ઘી-અખાદ્ય તેલ કૌભાંડનો પર્દાફાશ, હરિઓમ પ્રોડક્ટ્સના સંચાલક સામે ગુનો
આ પણ વાંચો: સુરતમાં નકલી ઘીનો મોટો ખેલ! જય યોગેશ્વર ડેરીમાં નકલી ઘીનો પર્દાફાશ
