ChhotaUdepur News/ છોટાઉદેપુર જિલ્લામાં તોફાની વરસાદી માહોલ: વાવાઝોડા અને કરા સાથે અચાનક પલટો

કડાકા ધડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા વિસ્તારમાં ઠંડક પ્રસરી છે

Gujarat

ChhotaUdepur News : છોટાઉદેપુર જિલ્લામાં આજના દિવસે વાતાવરણે અચાનક પલટો લીધો છે. અસહ્ય ઉકળાટ અને બફારાવાળા દિનોથી પરેશાન લોકોને આજે ભારે વરસાદ અને ઠંડકભર્યા વાતાવરણે રાહત આપી છે.બોડેલી પંથકમાં પણ વરસાદી માહોલ છે.  જેમાં કડાકા ધડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. ઘણા વિસ્તારોમાં વીજ પ્રવાહ અચાનક બંધ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

દરમિયાન  જબુગામ પાસે અકસ્માત થયો હતો. જેમાં ભારે પવનના કારણે એક પીકઅપ વાહન પર મોટું વૃક્ષ પડી ગયું, સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો છે.વાતાવરણમાં અચાનક પલ્ટાને કારણે   પરિવહન પર અસર પડી હતી. જેમાં ઝોઝ-કેવડી રોડ પર વૃક્ષ પડતા વાહન વ્યવહાર બંધ થયો છે.

વાવાઝોડા સાથે ભારે વરસાદને પગલે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો પડવાના બનાવો નોંધાયા છે, જેને લઈ નુકસાનીની આશંકા છે.તે સિવાય કવાંટના પ્રતાપપુરા વિસ્તારમાં કરા પડ્યા હતા.  અચાનક પડેલા કરાથી લોકોમાં કુતુહલ જોવા મળ્યું, લોકો જમીન પરથી કરા ઉઠાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાવાઝોડા સાથે વરસાદને પગલે  સાવચેતીનો અપીલ કરવામાં આવી છે.  જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી અપાઈ છે, લોકોને સલામત સ્થળે રહેવા અને વિજલાઇનો, વૃક્ષોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.આ આકસ્મિક વાતાવરણથી સર્જાયેલી પરિસ્થિતિ પર તંત્ર સતર્ક બન્યું છે અને રાહત કાર્ય માટે ટીમો તૈનાત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટના: એરપોર્ટ પર ‘બર્ડ હિટ’ થવાના જાણો મુખ્ય કારણો

આ પણ વાંચો:કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદ આવશે, દુર્ઘટના સ્થળની લેશે મુલાકાત

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટના: 1500 કરોડ સુધી પહોંચી શકે છે વીમાનો દાવો