Bharuch News/ ભરૂચ: SIR અંતર્ગત કામગીરી પૂર્ણ, 17 ફેબ્રુઆરી 2026એ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે

SIR અંતર્ગત જિલ્લામાં 100 ટકા કામગીરી પૂર્ણ થતાં મતદારોના આંકડા તેમજ મતદાન મથકોની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફારો થયા છે.

Gujarat Others
ભરૂચમાં SIR હેઠળ કામગીરી પૂરી કરવામાં આવી

Bharuch News : ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા પ્રક્રિયા SIR (Special Intensive Revision)ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન (Special Intensive Revision) અંતર્ગત જિલ્લામાં 100 ટકા કામગીરી પૂર્ણ થતાં મતદારોના આંકડા તેમજ મતદાન મથકોની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફારો થયા છે.

SIR પ્રક્રિયા દરમિયાન જરૂરી ફેરફારો કરવામાં આવ્યા

SIR પ્રક્રિયા દરમિયાન જરૂરી ફેરફારો કરવામાં આવ્યા

વર્ષ 2025 દરમિયાન જિલ્લામાં કુલ 13,10,600 મતદારો નોંધાયેલા હતા. શુદ્ધિકરણ અને ચકાસણીની પ્રક્રિયા બાદ હાલમાં જિલ્લામાં કુલ 10,95,420 મતદારો નોંધાયા છે. આ દરમિયાન મૃત્યુ પામેલા, સ્થળાંતરિત અને Duplicate નામોની ચકાસણી કરીને જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે.

મતદારોને વધુ સુવિધા મળે અને કોઈ પણ મતદાન મથક પર 1200થી વધુ મતદારોનો ભાર ન પડે તે હેતુથી મતદાન મથકોની સંખ્યા 1342થી વધારીને 1493 કરવામાં આવી છે. સાથે સાથે સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન (Special Intensive Revision)ની કામગીરીને વધુ સુચારુ બનાવવા માટે 71 વધારાના સહાયક મતદાર નોંધણી અધિકારીઓની નિમણૂંક પણ કરવામાં આવી છે.

SIR પ્રક્રિયા દરમિયાન મતદારોને Notice પાઠવવામાં આવી

SIR પ્રક્રિયા દરમિયાન મતદારોને Notice પાઠવવામાં આવી

મેપિંગ શ્રેણીમાં આવતા કુલ 1,04,299 મતદારોને Notice પાઠવવામાં આવી છે. આ મતદારોના દસ્તાવેજોની ચકાસણી અને સુનાવણી બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જો કોઈ જાગૃત મતદારનું નામ યાદીમાંથી ભૂલવશ દૂર થયું હોય, તો તેઓ હજુ પણ ફોર્મ નંબર-6 ભરીને પોતાનું નામ નોંધાવી શકે છે.સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 17 ફેબ્રુઆરી 2026ના રોજ Bharuchજિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝનની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. 19 ડિસેમ્બરે સાંજે જાહેર કરાયેલી યાદીમાં 4.34 કરોડ મતદારોના નામ નોંધાયા છે જ્યારે 73.73 લાખ મતદારોના નામ કાઢી નાંખવામાં આવ્યા છે. એવામાં જો તમે ગુજરાતમાં હયાત હોવ છતાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ ન હોય તો 18 જાન્યુઆરી સુધી પુરાવા રજૂ કરવાના રહેશે.

ગુજરાત SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ ન હોય તેવા મતદારો પાસે હજુ 18 જાન્યુઆરી, 2026 સુધીનો સમય છે. તેઓ વાંધા-દાવા રજૂ કરી શકશે. જે બાદ તેમની અરજીનો 10મી ફેબ્રુઆરી 2026 સુધીમાં નિકાલ કરાશે. જે બાદ ફાઇનલ મતદાર યાદી 17 ફેબ્રુઆરીએ જાહેર કરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: SIRની કામગીરી બાદ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ : 4.34 કરોડ મતદારો નોંધાયા

આ પણ વાંચો:અમદાવાદ જિલ્લા SIR-2025 અંતર્ગત ડ્રાફ્ટ મતદારયાદી જાહેર

આ પણ વાંચો: ગુજરાતમાં SIRની કામગીરીઃ 41 લાખ મતદારોના નામ બાકાત