Gujarat Weather/ ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, આઠ શહેરોમાં 16 ડિગ્રીથી નીચે તાપમાન

ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના લીધે ઠંડીમાં વધારો થશે. લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે. અમદાવાદમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 15. ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Gujarat Gandhinagar Ahmedabad Breaking News

Gujarat Weather: ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના લીધે ઠંડીમાં વધારો થશે. લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે. અમદાવાદમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 15. ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરત અને ભાવનગરમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડિસા અને પાલનપુરમાં 16.01 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેતાં 8 શહેરમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 11.4 ડિગ્રીના સરેરાશ લઘુતમ તાપમાન સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી.

ગાંધીનગરના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.7 ડિગ્રીનો ઘટાડો હતો. આગામી એક સપ્તાહ ગાંધીનગરનું લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ જ રહેવાની આગાહી છે. અમદાવાદમાં 15.9 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો. આમ, રવિવાર કરતાં સોમવારે બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. અમદાવાદમાં ૩૦ નવેમ્બર બાદ 14 ડિગ્રીથી નીચે પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધશે.

બનાસકાંઠાના દિયોદરમાં ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડીના ચમકારામાં વધારો થતાં લોકોએ તાપણાનો આશરો લેવા લાગ્યો છે. ઠંડી વધતા રાયડો, જીરું, ઘઉં સહિતના પાકમાં ફાયદો થશે. ખેતીના પાકમાં ફાયદો થશે. ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છે.

દિયોદર પંઠકમાં ગરમીનો પારો ગગડતા ઠંડીમાં વધારો થયો છે. ઠંડીમાં વધારો થતાં લોકોએ તાપણાના સહારે ચાની ચુસ્કી માણી છે. ખેતીના પાકોને ફાયદો થવાનો હોઈ ખેડૂતોમાં પણ આનંદનું વાતાવરણ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા રાજ્ય શિક્ષણ મંત્રી  પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ આપી સુચના

આ પણ વાંચો: ગુજરાતમાં વધી રહી છે ઠંડી, ગગડી રહ્યો છે પારો; જાણો અમદાવાદ સહિત અન્ય શહેરોની સ્થિતિ

આ પણ વાંચો: ટૂંક સમયમાં શરૂ થશે ધ્રુજાવી દેતી ઠંડી, આગામી સપ્તાહ કેવું રહેશે તાપમાન