Gandhinagar News/ સરકારી યોજનાની કામગીરી માટે ગ્રામજનો પાસેથી લાંચ લેતો ગ્રામ પંચાયતનો કર્મચારી ઝડપાયો

આરોપી લોકો પાસેથી 100થી લઈને 500 ની લાંચ માગોહોવાની ફરિયાદો મળી હતી

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : ગાંધીનગર જિલ્લાના મંગોડી ગ્રામ પંચાયતનો village Computer Enterpreneur (VCE)વિશાલ રોહિતજી ઠાકોર એક જાગૃત નાગરિક પાસેથી રૂ.200ની લાંચ લેતા એસીબીની જાળમાં ઝડપાઈ ગયો હતો.

આ કેસની વિગત મુજબ મગોડી ગામ, તા.જી. ગાંધીનગર ખાતે ગ્રામ પંચાયત કચેરીના VCE દ્વારા ગ્રામ પંચાયત તથા સરકારી યોજનાઓની ઓનલાઈન કામગીરી અર્થે આવતા ગ્રામજનો પાસે યેનકેન પ્રકારે બહાના કાઢી હેરાન પરેશાન કરી રૂ. ૧૦૦/- થી ૫૦૦/- સુધીની લાંચ લેવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી.

જેને આધારે ACB ની ટીમે મંગોડી ગામની ગ્રામ પંચાયત ખાતે જાળ બિછાવી હતી. જેમાં લાંચના ય છટકા દરમ્યાન પોતે કરેલ કામગીરીના બદલામાં જાગૃત નાગરિક પાસેથી રૂ.૨૦૦ ની લાંચ લેતા વિશાલ ઠાકોર ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ઉધનામાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામની ગેંગ પર કરાઈ કાર્યવાહી

આ પણ વાંચો:સુરતમાં 12 વર્ષની પુત્રીએ કર્યો આપઘાત! ‘મમ્મી, મારાથી ફોન પાણીમાં પડી ગયો’

આ પણ વાંચો:સુરતમાં ઝૂલામાં ગળેફાંસો આવી જતા 1 વર્ષની બાળકીનું મોત