Banaskantha News/ પાલનપુરના ગઢમાં યુવકના અપહરણની આશંકા, 3 દિવસથી ગુમ યુવકની પોલીસે તપાસ હાથ ધરી

Palanpur Kidnapping : ગઢમાંથી 20 વર્ષીય હમય ગામીનું અપહરણ થયાનો આક્ષેપ, 3 દિવસથી કોઈ ભાળ નહીં, પિતાએ ફરિયાદ નોંધાવી.

Breaking News Gujarat Others
palanpur kidnapping

Banaskantha News: પાલનપુરના ગઢમાં (Palanpur Kidnapping) 20 વર્ષીય યુવકનું અપહરણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવક છેલ્લા 3 દિવસથી ગુમ છે અને તેની કોઈ ભાળ મળી નથી.

હમય ગામીનું અપહરણ થયાનો આક્ષેપ

પ્રાપ્ત વિગતો મુજબ, 20 વર્ષીય હમય ગામી (Hamay Gami)નું અપહરણ થયાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. 11 નવેમ્બરે ફોન આવ્યા બાદ યુવક ગુમ થઈ ગયો હતો. આ મામલે પરિવારજનોએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. યુવકના પિતાએ ગઢ પોલીસ (Gadh Police) મથકે ફરિયાદ આપી છે.

Palanpur Kidnapping : અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

યુવક (Missing Youth)ની છેલ્લા 3 દિવસથી કોઈ ભાળ મળી નથી. પરિવારજનો યુવકની શોધખોળ કરી રહ્યા છે.યુવક ગુમ થતાં પરિવારમાં ચિંતાનો માહોલ છે.  પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: નારોલમાં જૂની અદાવતમાં યુવકનું રિક્ષામાં અપહરણ: માથામાં છરી અને પગે કુહાડીના ઘા માર્યા

આ પણ વાંચો: ‘અમારા સંતાનોને પાછા લાવો’ 3 ગુજરાતીઓના અપહરણથી પરિવારમાં ચિંતા

આ પણ વાંચો: સુરતમાં શેરબજારમાં 15 લાખ ડૂબતાં યુવકનું અપહરણ, 30 લાખની ખંડણી માગી