Surat News : સુરતના અડાજણ વિસ્તારમાં શેરબજારમાં થયેલા રૂ.15 લાખના નુકસાન (Share Market Loss)ને લઈને યુવકના અપહરણ (Surat Kidnapping)અને ખંડણીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એલ.પી. સવાણી રોડ પરથી બ્લેક કારમાં યુવકને ઉઠાવી જઈ આરોપીઓએ રૂ.30 લાખની ખંડણી માગી હતી. પોલીસે ગણતરીના સમયમાં ટેક્નિકલ તપાસના આધારે યુવકને મહારાષ્ટ્રમાંથી સલામત રીતે છોડાવ્યો છે.
શેરબજારના નુકસાન બાદ યુવકનું અપહરણ
મળતી માહિતી મુજબ, શેરબજારમાં રૂ.15 લાખ ગુમાવવાના (Share Market Loss)મામલે યુવકને નિશાન બનાવવામાં આવ્યો હતો. અડાજણના એલ.પી. સવાણી રોડ પરથી બ્લેક કલરની કારમાં યુવકનું અપહરણ (Surat Kidnapping)કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનો પાસેથી રૂ.30 લાખની ખંડણીની (30 Lakh Extortion)માગણી કરવામાં આવી હતી.
200થી વધુ CCTV કેમેરાથી તપાસ
ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ (Adajan Police)ની સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળથી લઈને આરોપીઓની સંભવિત હિલચાલના માર્ગ સુધીના 200થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસ આરોપીઓના લોકેશન સુધી પહોંચી હતી.
મહારાષ્ટ્રમાં ફિલ્મી ઢબે ઓપરેશન
પોલીસે મહારાષ્ટ્ર તરફ વોચ ગોઠવી હતી. આખરે પુણે-અહલ્યાનગર હાઇવે પર સુપા ગામ નજીકથી પોલીસે કાર્યવાહી કરી યુવકને આરોપીઓના કબજામાંથી મુક્ત કરાવ્યો હતો. ઓપરેશન દરમિયાન યુવકને કોઈ નુકસાન થયું ન હોવાનું સામે આવ્યું છે.
ત્રણ આરોપી ઝડપાયા, કાર જપ્ત
આ કેસમાં પોલીસે પુણેના રહેવાસી રવિરાજ પાટીલ, અમોલ ખરમાળે અને મયુર શિંદેની અટકાયત કરી છે. અપહરણ માટે ઉપયોગમાં લેવાયેલી મહારાષ્ટ્ર પાસિંગની બ્લેક કલરની કાર પણ જપ્ત કરવામાં આવી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં BNS-2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
