Mantavya Vishesh: બે દિવસ… બે મોટા વિરોધ… અને ત્રણ વખત પોલીસ કસ્ટડી! એક તરફ ચૂંટણી પંચ…બીજી તરફ રાહુલ ગાંધી (Rahul Gandhi Protest) …અને વચ્ચે ઉભો છે એક મોટો સવાલ….શું SIRનો વિરોધ હવે માત્ર મતદાર યાદીનો મુદ્દો રહ્યો છે… કે રાહુલ ગાંધી તેને 2027 પહેલાંની મોટી રાજકીય લડાઈમાં ફેરવી રહ્યા છે?કારણ કે આ વખતે રાહુલ ગાંધી સંસદમાં ભાષણ કરતા નથી દેખાયા…તેઓ રસ્તા પર હતા. બેરિકેડ પર હતા. ધરણા પર હતા અને પોલીસ કસ્ટડીમાં પણ હતા.
Rahul Gandhi Protest: ચૂંટણી પંચ સામે હલ્લાબોલ, 2 દિવસમાં 3 વખત અટકાયત
6 ઑક્ટોબરે સંસદથી ચૂંટણી પંચ સુધી INDIA બ્લોકના સાંસદોની કૂચ નીકળી…મુદ્દો હતો SIR, મતદાર યાદી અંગેના આરોપો અને મુખ્ય ચૂંટણી કમિશનર (Election Commission) જ્ઞાનેશ કુમારના (Gyanesh Kumar) રાજીનામાની માંગ.પરંતુ ચૂંટણી પંચ પહોંચતા પહેલાં જ કૂચ રોકી દેવામાં આવી.NITI Aayog નજીક પોલીસ બેરિકેડ સામે રાહુલ ગાંધી પહોંચ્યા…અને બેરિકેડ પર ચઢીને તિરંગો લહેરાવ્યો.ત્યારબાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આકાશવાણી ભવન પરિસરમાં પહોંચ્યા અને ધરણા શરૂ કર્યા.આ ધરણાં આઠ કલાકથી વધુ ચાલ્યું.અંતે પોલીસે રાહુલ, પ્રિયંકા સહિત અનેક નેતાઓને કસ્ટડીમાં લીધા.

અહીં રાહુલ ગાંધીની રાજનીતિનો એક મહત્વનો પાસો દેખાય છે.આ માત્ર ભાષણનું આંદોલન નહોતું….રાહુલ બેરિકેડ સુધી ગયા…જમીન પર બેઠા..અને કલાકો સુધી ત્યાંથી હટ્યા નહીં.અર્થાત્ રાહુલ ગાંધી આ મુદ્દાને સંસદની અંદરની ચર્ચામાંથી રસ્તાની લડાઈમાં લઈ જવા માગે છે.અને બીજા જ દિવસે આ લડાઈ ફરી રસ્તા પર આવી.
7 ઑક્ટોબરે વિપક્ષી સાંસદો ફરી એકઠા થયા.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લંચ બેઠક બોલાવી.ત્યારબાદ INDIA બ્લોકના સાંસદો ત્રણ બસમાં જંતર-મંતર તરફ (Jantar Mantar Protest) નીકળ્યા.પરંતુ જંતર-મંતર પહોંચતા પહેલાં જ પોલીસે બસો રોકી દીધી.વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા.પ્રિયંકા ગાંધી સહિત કેટલાક નેતાઓ રસ્તા પર બેસી ગયા.અને રાહુલ ગાંધીને પોલીસે બળજબરીથી હટાવીને બસમાં બેસાડ્યા.આ દિવસે પણ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત થઈ.લગભગ 90 લોકોની અટકાયત કરવામાં આવી અને બાદમાં રાહુલ તથા પ્રિયંકાને મુક્ત કરવામાં આવ્યા.
![]()
પણ હવે સવાલ…રાહુલ ગાંધી આટલું આક્રમક કેમ રમી રહ્યા છે? કારણ કે કોંગ્રેસ SIRને માત્ર મતદાર યાદીની પ્રક્રિયા તરીકે જોવા માગતી નથી….કોંગ્રેસનો આરોપ છે કે મતદાર યાદીમાં ગેરરીતિ થઈ રહી છે અને લોકોના મતાધિકારને અસર થઈ શકે છે.એટલે રાહુલ આ મુદ્દાને સીધો લોકશાહી અને મતના અધિકાર સાથે જોડે છે.
બીજી તરફ ચૂંટણી પંચનો પક્ષ અલગ છે.ECIએ સ્પષ્ટ કહ્યું કે 6 ઑક્ટોબરે સાંજે 4 વાગ્યા સુધી કોઈ રાજકીય પક્ષે ઔપચારિક મુલાકાત માટે અરજી કરી નહોતી.ત્યારબાદ રાહુલ ગાંધીની આગેવાનીમાં 240 સાંસદોના પ્રતિનિધિમંડળે મળવાની વાત કરી.ECIએ કહ્યું કે સંસદ પરિસરમાં 240 સાંસદોને મળવાની માંગ તેના નક્કી પ્રોટોકોલ મુજબ નહોતી અને પંચે ચૂંટણી પંચના પરિસરમાં મળવાનો વિકલ્પ આપ્યો હતો.

અહીંથી આખી રાજકીય લડાઈ બે અલગ નેરેટિવમાં વહેંચાઈ જાય છે.રાહુલ ગાંધીનો નેરેટિવ…“મતદારના અધિકાર સાથે સમાધાન થઈ રહ્યું છે.”અને…ચૂંટણી પંચનો નેરેટિવ….“પ્રક્રિયા નિયમો અને પ્રોટોકોલ પ્રમાણે ચાલી રહી છે.”એટલે હવે લડાઈ માત્ર રસ્તા પરની નથી.લડાઈ નેરેટિવની છે……કોણ મતદારોને પોતાના પક્ષની વાત વધારે અસરકારક રીતે સમજાવી શકે?
રાહુલ ગાંધી માટે આ વિરોધ ત્રણ બાબતોમાં મહત્વનો બની શકે છે.પહેલું–વિપક્ષના સૌથી આક્રમક ચહેરા તરીકે પોતાની પોઝિશન મજબૂત કરવી…..બીજું—SIR જેવા ટેક્નિકલ ચૂંટણી મુદ્દાને સામાન્ય મતદાર સુધી પહોંચાડવો.અને ત્રીજું—કોંગ્રેસના સંગઠનને ફરી રસ્તા પર સક્રિય કરવું….કારણ કે દિલ્હીમાં (Rahul Gandhi Protest) રાહુલ ગાંધીનો વિરોધ…જો જિલ્લા, બ્લોક અને બૂથ સ્તર સુધી પહોંચે…તો આ માત્ર એક રાજકીય પ્રદર્શન નહીં રહે.તે ચૂંટણીનું નેરેટિવ બની શકે છે.
પરંતુ રાહુલ ગાંધી માટે રસ્તા પર ભીડ ભેગી કરવી પૂરતી નહીં હોય.સૌથી મોટો સવાલ રહેશે…SIR અંગે કોંગ્રેસ પાસે કેટલા ચકાસાયેલા કેસ છે? કેટલા મતદારોના નામ ખરેખર ખોટી રીતે દૂર થયા? અને કેટલા લોકો પોતાના મતાધિકારથી વંચિત થયા?કારણ કે ECI પોતાનો અલગ પક્ષ રજૂ કરી રહ્યું છે.એટલે કોંગ્રેસે આંદોલનને માત્ર રાજકીય ભાષણથી આગળ લઈ જઈને ડેટા, દસ્તાવેજ અને ચકાસાયેલા કેસો સાથે જોડવું પડશે.નહીં તો વિરોધની તસવીરો તો મોટી હેડલાઇન બનાવશે…પણ મતદારોના મનમાં કેટલો અસર કરશે, એ અલગ સવાલ છે.
![]()
અને અહીં રાહુલ સામે બીજો પડકાર છે…વિપક્ષને એકસાથે રાખવાનો.SIR અને ચૂંટણી પંચ સામેની લડાઈને જો INDIA બ્લોકની સંયુક્ત લડાઈ બનાવવી છે…તો દરેક સહયોગી પક્ષને સાથે રાખવો પડશે.કારણ કે રાહુલનો ચહેરો મોટો થાય…પણ જો સહયોગી પક્ષો પાછળ રહી જાય…તો આ લડાઈ “વિપક્ષની લડાઈ”માંથી ફરી “કોંગ્રેસની લડાઈ” બની શકે છે.
તો બે દિવસના આ વિરોધનો સૌથી મોટો અર્થ શું?રાહુલ ગાંધી ફરી એકવાર રસ્તાની રાજનીતિ તરફ પાછા ફર્યા છે.બેરિકેડ…ધરણાં…અટકાયત…અને સતત બીજા દિવસે ફરી વિરોધ.આ બધું એક સંદેશ આપે છે…રાહુલ SIRના મુદ્દાને છોડવાના મૂડમાં નથી.પરંતુ હવે અસલી પરીક્ષા પોલીસ કસ્ટડીની નથી…અસલી પરીક્ષા મતદારોની છે.રાહુલ ગાંધી રસ્તા પર કેટલા કલાક ઉભા રહ્યા, એ હેડલાઇન બની શકે…પણ આ રસ્તાની લડાઈ મતદારના મન સુધી કેટલા દિવસ ટકે છે…એ જ નક્કી કરશે કે આ માત્ર બે દિવસનું પ્રદર્શન હતું કે 2027 પહેલાંની મોટી રાજકીય (2027 Elections) લડાઈની શરૂઆત.
આ પણ વાંચો: રાહુલ ગાંધીનું એલાન, ‘જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો’: આજે જંતર-મંતર પર વિપક્ષના ધરણાં
આ પણ વાંચો: આકાશવાણી ખાતેથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય સાંસદોની અટકાયત
