Not Set/ શ્રીલંકન ખેલાડીઓ દિલ્હીના પ્રદૂષણથી પરેશાન-માસ્ક પહેરી ઉતરયા મેદાનમાં

દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે ચાલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં લંચ બાદ શ્રીલંકન ખેલાડીઓ પ્રદૂષણને કારણે માસ્ક પહેરીને ઉતર્યા હતા. શ્રીલંકન ખેલાડીઓની પ્રદૂષણને કારણે તબિયત બગડતા થોડો સમય સુધી મેચ પણ અટકાવવી પડી હતી. ફિલ્ડ અમ્પાયર્સે ડોક્ટર્સ પાસેથી પ્રદૂષણ લેવલ આધારે મેચ ચાલુ રાખવી કે નહીં તે સંદર્ભે સલાહ પણ લીધી હતી. શ્રીલંકન બોલર લકમલે […]

Top Stories

દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે ચાલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં લંચ બાદ શ્રીલંકન ખેલાડીઓ પ્રદૂષણને કારણે માસ્ક પહેરીને ઉતર્યા હતા. શ્રીલંકન ખેલાડીઓની પ્રદૂષણને કારણે તબિયત બગડતા થોડો સમય સુધી મેચ પણ અટકાવવી પડી હતી. ફિલ્ડ અમ્પાયર્સે ડોક્ટર્સ પાસેથી પ્રદૂષણ લેવલ આધારે મેચ ચાલુ રાખવી કે નહીં તે સંદર્ભે સલાહ પણ લીધી હતી. શ્રીલંકન બોલર લકમલે વોમિંટ કરી હતી અને ગામાગેને પણ ફિલ્ડ પર સમસ્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે ડોક્ટર્સે મેચ રમી શકાય તેવી સ્થિતિ અંગે માહિતી આપતા મેચ ફરી શરુ કરવામાં આવી હતી. જોકે લંકન ખેલાડી તેમ છતાં વારંવરા મેચ અટકાવતા રહેતા ભારતે ઈનિંગ ડિકલેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને મેચ પહેલા સ્થળ બદલાવવાની અટકળો પણ હતી.