Bhavnagar News: ભાવનગરમાં પતંગ ચગાવવા દરમિયાન ત્રણ બાળકોને કરંટ લાગ્યો હતો અને તેમા એકનું મોત થયુ હતુ. વીજ કરંટ લાગવાના કારણે એક બાળકનું મોત થયુ હતુ અને બે બાળકીઓની હાલત ગંભીર છે. મંદિર પાસે આવેલા ખોડિયાર નગરમાં આ બનાવ બન્યો છે. પતંગ ચગાવવા દરમિયાન બાળકોને વીજકરંટ લાગ્યો હતો. તેમા 10 વર્ષના બાળકનું મોત થયુ હતું.
પંચમહાલમાં પણ બાળકીને વીજ કરંટ લાગ્યો
પંચમહાલ જિલ્લામાંચાઈનીઝ દોરીથી બાળકીને વીજ કરંટ લાગતા 7 વર્ષીય બાળકી શરીરના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. વીજ કરંટથી બાળકીના ડાબા હાથની આંગળી છૂટી પડી ગઈ. ગોધરાના સાંપા ગામે આ દુર્ઘટના સર્જાઈ.
ગોધરામાં પ્રાથમિક સારવાર બાદ બાળકીને વડોદરા રિફર કરાઈ છે. બાળકીના પિતાએ જણાવ્યું કે, 7 વર્ષીય કિંજલ ઘર આંગણે રમી રહી હતી, તે દરમિયાન ઘર નજીકથી પસાર થતાં હાઈ ટેન્શન વીજ વાયર સાથે ચાઈનીઝ દોરી લટકતી હતી. તેના સંપર્કમાં આવી જતા વીજ કરંટ લાગવાની ઘટના બની હોવાનું બાળકીના પિતાએ જણાવ્યું. ઉત્તરાયણ પર્વ પહેલા બનેલી આ ઘટના બાળકોના માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે. પતંગ ચગાવતા બાળકો વીજ વાયરના સંપર્કમાં ન આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ
આ પહેલાં નવસારી જિલ્લાના ચીખલીમાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયાની ગમખ્વાર ઘટના સામે આવી છે. ચીખલીમાં કાવેરી નદીના બ્રિજ પાસેથી પસાર થતા સમયે સારવણી ગામના યુવકને દોરી (Kite String) ભેરવાતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
કાવેરી બ્રિજ પાસે સર્જાયો અકસ્માત
મળતી વિગતો અનુસાર, સારવણી ગામના રહેવાસી સુનિલ પટેલ નામના યુવક પોતાની બાઈક પર કાવેરી નદીના બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પતંગની દોરી (Kite String) તેમના ગળામાં આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે યુવકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકયો હતો.
ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ યુવકની ગંભીરતા જોઈ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. યુવકના ગળાના ભાગે ઊંડો ઘા હોવાથી અંદાજે 18 જેટલા ટાંકા લેવા પડ્યા છે. હાલ યુવકની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: બોરસદ ચોકડી બ્રિજ પર પતંગની ઘાતક દોરીથી યુવકનું ગળુ કપાયું
આ પણ વાંચો: પ્લાસ્ટિકની દોરી પક્ષી અને માણસ માટે થઈ ઘાતક સાબિત
આ પણ વાંચો: અમદાવાદ યુથ ફેડરેશને પતંગ દોરી રસ્તા પરથી એકઠી કરી,દોરી દહન ન કાર્યક્રમ કર્યો..
