Surat News/ સુરતમાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

સુરતમાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. સુરતના લસકાણામાં 30 મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપીને ભેદ ઉકેલ્યો છે. પોલીસે ગુનેગારો પાસેથી 30 મોબાઇલ જપ્ત કર્યા છે. મોબાઇલોની સાથે રૂ. 3.36 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

Gujarat Surat

Surat News: સુરતમાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. સુરતના લસકાણામાં 30 મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપીને ભેદ ઉકેલ્યો છે. પોલીસે ગુનેગારો પાસેથી 30 મોબાઇલ જપ્ત કર્યા છે. મોબાઇલોની સાથે રૂ. 3.36 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

આ બંને આરોપીઓ પાછા કૌટુંબિક ભાઇઓ પણ હોવાનું પોલીસ તપાસમાં જણાઈ આવ્યું છે. બંને ભાઈઓ પાછા ગુજરાતી નથી અને ગુજરાતના વતની નથી. તે પરપ્રાંતીય છે. તે મજૂરી અર્થે બીજા રાજ્યમાંથી ગુજરાત આવ્યા હતા, પણ મજૂરીકામમાં રૂપિયા ન મળતાં તેમણે ચોરીનું કામ પણ શરૂ કર્યુ હતું.

તેઓ શોર્ટકટમાં રૂપિયા કમાવવા માટે મોબાઇલની ચોરી કરતા હતા. સુરત પોલીસે આ ઉપરાંત મોબાઇલ સ્નેચિંગ કરતો ગુનેગાર પણ ઝડપ્યો હતો. આ ગુનેગાર પાંડેસરા તથા ભેસ્તાનમાંથી મોબાઇલ સ્નેચિંગ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઇલ ચોરને ઝડપ્યો હતો. પોલીસે આરોપી શાહરૂખ ફારૂક ખાનને ઝડપ્યો હતો.

આરોપીને રાંદેર શીતલ ટોકીઝની નજીકથી ઝડપવામાં આવ્યો હતો. આરોપી પાસેથી કુલ છ મોબાઇલ મળી આવ્યા હતા. આરોપી મોજશોખ પૂરા કરવા મોબાઇલ સ્નેચિંગ કરતો હતો. તે તેના બીજા મિત્રો સાથે મળીને મોબાઇલ સ્નેચિંગ કરતો હતો. આરોપી અગાઉ ખૂન, ઘરફોડ સહિતના કેસમાં પકડાયો છે. વર્ષ 2024માં આરોપી સામે પાસાનો ગુનો પણ દાખલ કરાયો હતો. આમ આરોપી રીઢો ગુનેગાર છે. તેણે ગુનામાં પણ વેલ્યુ એડિશન કરતાં બીજા ગુનાની સાથે મોબાઇલ ચોરી કરવાનું શરૂ કર્યુ હતુ, જેથી રોકડી ઝડપથી થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી

આ પણ વાંચો: સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી, દુબઈની ટ્રિપ કરનારાને ખેપિયા બનાવો

આ પણ વાંચો: સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષા, ગેરરીતિ રોકવા ચુસ્ત આયોજન