Surat News: સુરતના ઉમરપાડાના મોહન નદીમાં કિશોર ડૂબતા ચકચાર મચી ગઈ છે. સુરત જિલ્લામાં ટુંડી ગામની સીમમાં પસાર થતી મોહન નદીમાં કિશોર ડૂબ્યો હતો. 12 વર્ષનો વૃત્તિક ચૌધરી નામનો કિશોર ડૂબ્યો હતો. આ કિશોર નદીમાં નહાવા જતાં ડૂબ્યો ન હતો, પરંતુ નદીના કિનારે તે ઊભો હતો ત્યારે તેનો પગ લપસી જતાં તે ડૂબ્યો હતો.
આ બનાવના પગલે તરત જ ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયરબ્રિગેડે બાળકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ કારી ફાવી ન હતી. સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી હતી. છેવટે બાળકનો મૃતદેહ જ મળ્યો હતો અને તે પણ સ્થાનિક તરવૈયાઓની અથાક મહેનતના કારણે મળ્યો હતો.
કિશોર ડૂબી જવાના પગલે તરત જ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને મોતને ભેટ્યો હતો. કિશોર સાતમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. સગીર પુત્રના મોતથી કુટુંબ શોકમાં ગરકાવ થઈ ગયું છે. માના આંસુ સૂકાતા નથી, પિતા ભાંગી પડ્યા છે. આખા કુટુંબમાં રોક્કળ ચાલી રહ્યા છે.
ગામવાસીઓ પણ આ નાના બાળકના મૃત્યુથી સ્તબ્ધ છે. ફક્ત કુટુંબ નહીં આખા ગામમાં શોકનું વાતાવરણ છે. બાળકના મોતના પગલે ગામ આખામાં જાણે સ્વયંભૂ કરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગ્રામજનોએ દુકાન પણ બંધ રાખી હતી. દરેકના ચહેરા પર જાણે સ્વજન ગુમાવ્યું હોય તેવી લાગણી હતી. આટલી નાની વયના કુમળા બાળકના મોતે બધાને ગમગીન કરી દીધા હતા. તેમા પણ ચૌધરી ફળિયું તો સાવ ભેંકાર થઈ ગયુ હતુ. ચૌધરી કુટુંબે તેનો કુળદીપક ગુમાવ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી
આ પણ વાંચો: સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી, દુબઈની ટ્રિપ કરનારાને ખેપિયા બનાવો
આ પણ વાંચો: સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષા, ગેરરીતિ રોકવા ચુસ્ત આયોજન
