રાજકોટ,
રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં યુવતીએ બહુમાળી ઈમારતના 9માં માળેથી મોતની છલાંગ લગાવીને જીવન લીલા સંકેલી લીધી હતી.કાલાવડ રોડ પર મોટા મવાની ખાતે સેલેનિયમ સ્ક્રેવર એપાર્ટમેન્ટના 9માં માળેથી નિકિતા લોઠિયા નામની 25 વર્ષીય યુવતીએ છલાંગ લગાવીને જીવનનો અંત આણંયો હતો.યુવતીના તાજેતરમાં જ છૂટાછેડા થયા હતા. તેમજ ફોન કરવા બાબતે માતાએ ઠપકો આપતા યુવતીએ અંતિમ પગલુ ભર્યાનું મનાઈ રહ્યું છે.આ અંગે પોલીસે અકસ્માતે મોત નોંધીને વધુ તપાસ આરંભી છે.
