Ahmedabad News/ જાહેર સુલેહ શાતિ ડહોળાય તેવી પોસ્ટ કરનારા ઈન્ડિયન નેશનલ કોગ્રેસના અધ્યક્ષ સામે ગુનો દાખલ

છત્તીસગઢના INC(ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ)ના અધ્યક્ષ દિપક બૈજ વિરૂધ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : દિવાળીના તહેવાર દરમિયાન સાહેર સુલેહ શાંતિ ડહોળાય તેવી પોસ્ટ કરનારા છત્તીસગઢના INC(ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ)ના અધ્યક્ષ દિપક બૈજ વિરૂધ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપી દિપક બૈજે બિલાસપુર જિલ્લા હોસ્પિટલનો એક શખ્સના અકસ્માતનો વીડિયો પોસ્ટ કરેલો હોવા છતા Payal Gupta @MissPayalGupta નામના X.com હેન્ડલર દ્વારા અકસ્માત બાદ દર્દીને લાવવામાં આવ્યો જ્યાં જગ્યા ન મળતા દર્દીએ ફર્શ પર તડપી તડપીને જીવ આપી દીધો. એવી પોસ્ટ મુકી હતી.

આ વીડિયો ગુજરાતનો હોવાનું જણાવાયું છે. આમ કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વગર ગુનાહિત ઈરાદાથી ગુજરાત સરકારની સ્વાસ્થય સેવાની પ્રતિષ્ઠાને હાનિ થાય તેમજ ગુજરાતની સ્વાસ્થ્ય સેવા ઉપરથી ગુજરાતની આમ જનતાનો ભરોસો ઓછો થાય તેમજ ધિક્કાર અને દ્વેષની લાગણી ઉદ્દભવે તેવા આશયથી ખોટી પોસ્ટ કરી વીડિયો વાયરલ કર્યો હતો. જેને પગલે આરોપી દિપક બૈજ વિરૂધ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મહેસાણામાં જિલ્લા આરોગ્ય વિભાગનો છબરડો, બાળકની ઊંચાઈ ઓછી બતાવી

આ પણ વાંચોઃ મહેસાણામાં પોલીસ લાઇનમાં ગંધકીના ત્રાસથી પોલીસ જવાનો પરેશાન

આ પણ વાંચોઃ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં રીસ્ટોરેશન કામગીરી ,સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને અપાયું પ્રાધાન્ય