Amreli News: અમરેલી જિલ્લામાં માર્ગ (Amreli Road)સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અમરેલી-ચોકી ખાખરીયા રોડના કિમી 26/00થી 38/00 સુધીના માર્ગના રિસરફેસિંગ કામ માટે રૂ.10 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
મંત્રી કૌશિક વેકરીયાની રજૂઆત બાદ મંજૂરી
અમરેલી-કુંકાવાવ-વડિયા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયા (Kaushik Vekariya) દ્વારા માર્ગની જરૂરિયાત અંગે સતત રજૂઆતો કરવામાં આવી હતી. જેના પરિણામે ચોકી-ખાખરીયા રોડના રિસરફેસિંગ કામને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ચોકી-ખાખરીયા માર્ગ કુંકાવાવ તાલુકાના વડિયા અને જસદણ તાલુકા સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. રિસરફેસિંગ કામગીરી પૂર્ણ થયા બાદ કુંકાવાવ-વડિયા, મોટા ઉજળા, અનિડા, સૂર્યપ્રતાપગઢ અને ખાખરીયા સહિતના ગામોના લોકોને અવરજવર અને વાહનવ્યવહારમાં સુવિધા મળશે.
Amreli Road: માર્ગ માળખું વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ
મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે અમરેલી જિલ્લાના વિકાસ (Amreli Development) માટે ગુણવત્તાસભર રસ્તા અને મજબૂત કનેક્ટિવિટી જરૂરી છે. ચોકી-ખાખરીયા રોડના રિસરફેસિંગથી આસપાસના અનેક ગામોને સીધો લાભ મળશે અને જિલ્લામાં માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો ચાલુ રહેશે.
આ પણ વાંચો: પોરબંદર રેલવે ટ્રેક પર ઊંટ ફસાયું, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો રોકાઈ
આ પણ વાંચો: પાટણમાં ગટરનું પાણી કેનાલ-તળાવ સુધી પહોંચ્યું! GPCBએ નગરપાલિકાને આપી કડક ચેતવણી
આ પણ વાંચો: આજીડેમ કાંઠે મળેલી વૃદ્ધાની લાશનું રહસ્ય ઉકેલાયું: CCTVથી આરોપી સુધી પહોંચી પોલીસ
