અમેરિકી પ્રવાસ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબરથી યુરોપના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદી પોતાના ઇટાલી પ્રવાસ દરમ્યાન G20 સમિટમાં ભાગ લેશે. માહિતી મુજબ, G20 સંમેલન 30-31 ઓક્ટોબરના રોજ રોમ, ઇટાલીમાં યોજાવાની છે. આ સંમેલનમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સામેલ થશે.
આ પણ વાંચો ;લીગલ નોટિસ / PDPએ સત્યપાલ મલિકને કાનૂની નોટિસ મોકલી,મહેબૂબા પર કાયદાના દુરુપયોગનાે આરોપ
મળતી માહિતી મુજબ, G20 સમિટમાં ભાગ લેવાની સાથે સાથે પીએમ નરેન્દ્ર મોદી ઘણા દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. આ પ્રવાસ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કોરોના સમયગાળા પછી, G20 કોન્ફરન્સ થશે, જે ફિઝિકલ મોડમાં થઈ રહી છે.
આ પણ વાંચો :Business / તહેવારોની મોસમ આવી ગઈ છે, સોનું ખરીદતી વખતે ધ્યાનમાં રાખશો આ ખાસ બાબતો
ગયા વર્ષે વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. કોરોના સંકટ વચ્ચે શરૂ થયેલી 15 મી જી -20 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી કોરોના વિશ્વ માટે સૌથી મોટો પડકાર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ પરિષદમાં હાજરી આપી હતી. કોન્ફરન્સની અધ્યક્ષતા સાઉદી અરેબિયાના રાજા સલમાને કરી હતી.
આ પણ વાંચો ;કારકિર્દી / રૉબોટિક્સ એન્જિનિયરિંગ નવા યુગની નવી કારકિર્દી
