ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે પુન: રાહુલ દ્રવિડની નિમણૂંક કરવામાં આવી. BCCIએ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે ફરી રાહુલ દ્રવિડ (Rahul Dravid reappointed coach Team India )ને કમાન સોંપી છે. BCCIએ આ નિર્ણયની સત્તાવાર જાહેરાત પણ કરી છે. રાહુલ દ્રવિડે પણ BCCIનો નિર્ણયનું સમર્થન આપ્યું. જેના બાદ પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે પોતાની બીજી ઇનિંગને લઈને પ્રથમ પ્રતિક્રિયા આપી છે.
પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર રહેલા રાહુલ દ્રવિડ Dependable તરીકે વધુ લોકપ્રિય બન્યા છે. ટીમના કોચ તરીકે પુનઃ નિયુક્ત થવા પર રાહલુ દ્રવિડે BCCI અને પોતાના પરિવારનો આભાર માન્યો. દ્રવિડે કહ્યું કે અમારી ટીમમાં જે પ્રતિભા છે તે અસાધારણ છે, અને અમે જે વાત પર ભાર મૂક્યો છે તે યોગ્ય પ્રક્રિયાને અનુસરવા અને અમારી તૈયારીને વળગી રહેવાનો છે, જેની સીધી અસર ટીમના પરિણામો પર પડી છે.’ ‘મારા પર વિશ્વાસ રાખવા અને મારા વિઝનને સમર્થન આપવા બદલ હું BCCI અને અધિકારીઓનો આભાર માનું છું. આ સાથે હું મારા પરિવારના બલિદાન અને સમર્થનની પણ પ્રશંસા કરું છું કારણ કે ટીમ ઇન્ડિયાના કોચ તરીકે ભૂમકિ બહુ મહત્વની અને સમય માંગી લે છે. તેના માટે લાંબો સમય ઘરથી દૂર રહેવું પડે છે. મારી ભૂમિકાના પડદા પાછળ મારો પરિવાર છે. મુખ્ય કોચ તરીકેનું મારું યોગદાન ત્યારે જ વધુ શ્રેષ્ઠ બને છે જ્યારે પરિવારનો પૂર્ણ સપોર્ટ હોય. મારા પરિવારની ભૂમિકા મહત્વપૂર્ણ અને અમૂલ્ય રહી છે.

BCCIએ મુખ્ય કોચ તરીકે પુનઃ રાહુલની નિમણૂંકને (Rahul Dravid reappointed coach Team India )લઈને સત્તાવાર જાહેરાત કરી. ત્યારબાદ બીસીસીઆઈ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં રાહુલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ‘ટીમ ઈન્ડિયા સાથેના છેલ્લા બે વર્ષ ખૂબ જ યાદગાર રહ્યા છે. અમે એકસાથે ઉતાર-ચઢાવમાંથી પસાર થયા છીએ અને આ સમગ્ર પ્રવાસ દરમિયાન, ટીમની અંદરનો સપોર્ટ અને વાતાવરણ અદ્ભુત રહ્યું છે. ડ્રેસિંગ રૂમમાં અમે જે સંસ્કૃતિ બનાવી છે તેના પર મને ગર્વ છે. તે એક સંસ્કૃતિ છે જે વિજય અથવા મુશ્કેલ ક્ષણોમાં પણ તાદાત્મ્ય બનાવી રાખે છે.
રાહુલ દ્રવિડે ભારતીય ટીમ સાથે કોચ તરીકે પોતાની બીજી ઈનિંગ સ્વીકારી લીધી છે. તેમને ફરી એકવાર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્લ્ડકપ-2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થઈ હતી. વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતનું નિરાશાજનક પ્રદર્શન રહેતા એવા અહેવાલો આવ્યા હતા કે દ્રવિડ વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયા સાથે કોચ તરીકે બીજો કાર્યકાળ ઈચ્છતા નથી. જો કે વર્લ્ડકપની ફાઈનલ સિવાયની તમામ મેચોમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું. તેમજ રાહુલના કોચ તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે અનેક મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની કામગીરીથી પ્રભાવિત થતા બોર્ડના અધિકારીઓએ તેને બીજી ઈનિંગ માટે મનાવી લીધો.દ્રવિડના કોચિંગ હેઠળ, ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ, વર્લ્ડ કપ 2023ની ફાઇનલ અને તે પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ સુધી પહોંચી હતી. જોકે, ટીમ ઈન્ડિયા તેના કોચિંગ હેઠળ હજુ સુધી આઈસીસીનો કોઈ ખિતાબ જીતી શકી નથી. પરંતુ ટીમનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા અજેય રહીને ફાઇનલમાં પહોંચી હતી.
આ પણ વાંચો : રાજકોટ/ ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે
આ પણ વાંચો : મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ
આ પણ વાંચો : Duplicate Ghee/ ધોરાજીમાં બનાવટી ઘીનો જથ્થો ઝડપાતા ચકચાર, ચારની ધરપકડ

