ગાંધીનગર: ગુજરાત ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન તરફ આગળ વધતાં, ગુજરાત સરકારે જમીન ફાળવણી નીતિ પણ જાહેર કરી છે જે રાજ્યને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે સંખ્યાબંધ પ્રોત્સાહનો પ્રદાન કરે છે. આ નીતિ અનુસાર, ગ્રીન હાઇડ્રોજન કંપનીઓએ તેમના પ્લાન્ટ શરૂ કર્યાના પાંચ વર્ષમાં પ્લાન્ટ ઉત્પાદન ક્ષમતાના 50% અને આઠ વર્ષમાં 100% ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવી પડશે.
આ લક્ષ્યો હાંસલ કરવા માટે, ગુજરાત સરકારે ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની અગ્રણી વૈશ્વિક કંપનીઓ અને મુંબઈ, નવી દિલ્હી, કોલકાતા અને ચંદીગઢની રાષ્ટ્રીય ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન કંપનીઓ સાથે ઘણી બેઠકો યોજી હતી. પ્રતિનિધિમંડળે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એનર્જી ક્ષેત્ર માટે ગુજરાતનું વિઝન શેર કર્યું હતું અને ગુજરાતમાં ઉપલબ્ધ વિવિધ તકોની ચર્ચા કરી હતી.
ચર્ચા દરમિયાન રોકાણમાં રસ દાખવનારી કંપનીઓ અલ્ટરનેટીવ ફ્યુઅલ પ્રોડક્શન, ગેસ/ટેક્નોલોજી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ, લિથિયમ-આયન બેટરી ઉત્પાદન, સોલાર પીવી મોડ્યુલ્સ ઉત્પાદન, ડીકાર્બોનાઇઝેશન ઈનીશિએટીવ અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન જેવા વિવિધ પેટા-ક્ષેત્રોની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ છે. વધુમાં, ડેનિશ મેરીટાઇમ કંપનીઓએ પણ ગુજરાતના બંદરો પરથી ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલ ખરીદવામાં રસ દાખવ્યો છે.
વધુમાં, વેલસ્પન અને કિરી ઇન્ડસ્ટ્રીઝ જેવી ભારતીય કંપનીઓએ ગુજરાતથી યુરોપમાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાની નિકાસની સુવિધા માટે લિલી નેવિટાસ (જર્મની) અને સુન્ડ્રોનિક્સ (જર્મની) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. શિપિંગ માટે ગ્રીન ફ્યુઅલની વિશાળ સંભાવનાને ઓળખીને, શક્તિ ગ્રુપે ગુજરાતમાં ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલના ઉત્પાદન માટે રૂ. 1,000 કરોડના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
ગુજરાત સરકાર 2030 સુધીમાં તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતામાં 50 ટકા રીન્યુએબલ ઉર્જામાંથી મેળવવાનું લક્ષ્યાંક ધરાવે છે. તેની સાથે ભારતની કુલ રીન્યુએબલ ઉર્જામાં પણ 15 ટકા યોગદાન આપે છે. ગુજરાત સરકારે તાજેતરમાં રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 લોન્ચ કરી છે. ગુજરાત સરકારની નીતિ કેન્દ્રના 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનને 45 ટકા સુધી ઘટાડવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પહોંચી વળવામાં મદદ કરશે.
ગુજરાતની રોકાણકાર મૈત્રીપૂર્ણ નીતિઓ, VGGS 2024 અંતર્ગત સાઇન કરાયેલા MOU અને રાજ્યમાં અત્યાર સુધી આકર્ષિત રોકાણ ગુજરાત માટે વૈશ્વિક ગ્રીન હાઇડ્રોજન કેપિટલ બનવાનો માર્ગ મોકળો કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Rahul Dravid/ ટીમ ઇન્ડીયાના કોચ પદે પુનઃ નિયુક્ત થનાર રાહુલ દ્રવિડે BCCIના નિર્ણય પર આપી પ્રતિક્રિયા
આ પણ વાંચોઃ Gujarat/ ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા સમાન’, ગુજરાત હાઈકોર્ટે સરકારને ખખડાવી
આ પણ વાંચોઃ Encouragement/ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગ શરૂ કરવા 40,000ની સહાય
