Not Set/ ગુરૂદાસપુરની બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી

ગુરૂદાસપુર ભાજપનો ગઢ ગણાતી પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી છે. આ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની હાર થઇ છે. કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખરે ભાજપને અહીં ૧,૯૩,૩૧૯ મતોથી હરાવી વીજય મેળવ્યો છે. કોંગ્રેસના જાખરને ૪,૯૯,૭૫૨ મત મળ્યા હતા જ્યારે તેમના પ્રતિદ્વંદી ભાજપના સ્વરણ સલારીયાને ૩,૦૬,૫૩૩ મત મળ્યા હતા. આમ આદમી […]

Top Stories

ગુરૂદાસપુર

ભાજપનો ગઢ ગણાતી પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી છે. આ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની હાર થઇ છે. કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખરે ભાજપને અહીં ૧,૯૩,૩૧૯ મતોથી હરાવી વીજય મેળવ્યો છે. કોંગ્રેસના જાખરને ૪,૯૯,૭૫૨ મત મળ્યા હતા જ્યારે તેમના પ્રતિદ્વંદી ભાજપના સ્વરણ સલારીયાને ૩,૦૬,૫૩૩ મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેજર જનરલ (નિવૃત) સુરેશ ખજુરીયા ૨૩,૫૭૯ મત સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.
જાણીતા એક્ટર અને સાંસદ વિનોદ ખન્નાનું કેન્સરના કારણે થયેલા અવસાન બાદ ખાલી પડેલી ગુરદાસપુર લોકસભા સીટનીપેટાચૂંટણી યોજાઈ હતી. દેશમાં પ્રથમ વખત VVPAT મશીનનો ઉપયોગ કરીને મતદાન કરવામા આવ્યું હતું.મહત્વનું છે કે 5.22 લાખ વોટર્સ ધરાવતી આ લોકસભાની પેટાચૂંટણીમાં 11 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે.

અહીંયા મુખ્ય હરિફાઇ ભાજપના ઉમેદવાર સ્વર્ણ સલરિયા, કોંગ્રેસના સુનિલ કુમાર જાખર અને આમ આદમી પાર્ટીના રિટાયર્ડ મેજર જનરલ સુરેશ કુમાર ખજુરીયા વચ્ચે જંગ હતો.

કોંગ્રેસના વીજય પામેલા ઉમેદવાર સુનિલ જાખરે જણાવ્યું હતું કે પ્રજાનો કોંગ્રેસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. પ્રજાએ ભાજપને જાકારો આપ્યો છે સાથે અકાળી દળને દર્પણ દેખાડી દીધુ છે. આ બેઠક પરની જીતથી પંજાબમાં અકાળી દળના સફાયાનો પ્રારંભ થઇ ગયો છે. મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસના વિકાસના એજન્ડાને ધ્યાનમાં રાખીને પ્રજાએ મત આપ્યા છે અને ભાજપ-અકાળીદળની ભ્રષ્ટ નિતિઓને જાકારો આપ્યો છે.