ડબલ એન્જિનની સરકાર ડબલ ગતિથી કામ કરશે તેનો પુરાવો કેન્દ્ર સરકારે તાત્કાલિક આપી દીધો છે. હજી તો ભૂપેન્દ્રસિંહની નવી સરકારની શપથવિધિ 12મીએ થવાની છે તે પહેલા કેન્દ્ર સરકારે ગુજરાતને 25 નવી ફાર્મસી કોલેજોની ભેટ આપી છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ કોલેજોની મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્ર દ્વારા ગુજરાતને ઐતિહાસિક ભેટ આપવામાં આવી છે. રાજ્યમાં નવી 25 ફાર્મસી કોલેજોને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી અપાઈ છે. રાજ્યમાં નવી ફાર્મસી કોલેજોને મંજૂરી મળતાં ગુજરાત ફાર્મસી એજ્યુકેશનનું હબ બનશે. રાજ્યમાં બેચરલ ઓફ ફાર્મસીની 18 કોલેજો અને ડિપ્લોમા ઈન ફાર્મસીની 7 કોલેજોને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી મળી છે.
ગુજરાતમાં બેચરલ ઓફ ફાર્મસીની 1 હજાર કરતાં વધારે બેઠકો વધી છે, જ્યારે 400 કરતા વધારે ડિપ્લોમા ઈન ફાર્મસીની બેઠકોમાં વધારો થયો છે. રાજ્યમાં 1500 જેટલી ફાર્મસીની બેઠકોનો ઐતિહાસિક વધારો થતાં ફાર્મસી એજ્યુકેશનમાં ગુજરાત પ્રગતિ કરશે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પણ ગુજરાતી છે. ડૉ.મોન્ટુ કુમાર પટેલ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પ્રેસિડેન્ટ છે.
રાજ્યમાં નવી 25 ફાર્મસી કોલેજોને મંજૂરી મળતાં ફાર્મા ઇન્ડસ્ટ્રી બાદ હવે ફાર્મસી એજ્યુકેશનમાં પણ ગુજરાત મોખરે હશે. ફાર્મસી સીટો ઓછી હોવાના કારણે વિદ્યાથીઓ બહારના રાજ્યમાં જતા હતા. હવે ગુજરાતમાં નવી 25 કોલેજો આવતા વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ ભણશે. ગુજરાત ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં ફાર્માસિસ્ટોની અવિરત માંગ રહે છે.
આ પણ વાંચોઃ
