bjp gujarat/ સાતમી ટર્મમાં ભાજપના જંગી વિજયથી વિદેશી પ્રસારમાધ્યમો પણ સ્તબ્ધ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામોએ ફક્ત ગુજરાતને અને દેશને જ નહી વિદેશને પણ ચોંકાવી દીધા છે. ભાજપની 156 બેઠકના વિજયના પડઘા વિદેશી પ્રચારમાધ્યમો પર પડ્યા છે. આ બતાવે છે કે ગુજરાતની આ ચૂંટણી પર ફક્ત રાષ્ટ્રીય જ નહી પણ સમગ્ર વિશ્વના પ્રસારમાધ્યમોની પણ નજર હતી.

Top Stories Gujarat
gujaratelection સાતમી ટર્મમાં ભાજપના જંગી વિજયથી વિદેશી પ્રસારમાધ્યમો પણ સ્તબ્ધ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામોએ ફક્ત ગુજરાતને અને દેશને જ નહી વિદેશને પણ ચોંકાવી દીધા છે. ભાજપની 156 બેઠકના વિજયના પડઘા વિદેશી પ્રચારમાધ્યમો પર પડ્યા છે. આ બતાવે છે કે ગુજરાતની આ ચૂંટણી પર ફક્ત રાષ્ટ્રીય જ નહી પણ સમગ્ર વિશ્વના પ્રસારમાધ્યમોની પણ નજર હતી.

ભાજપના જંગી વિજય અંગે અમેરિકાના જાણીતા અખબાર વોશિંગ્ટન પોસ્ટે લખ્યું હતું કે મોંઘવારી અને બેરોજગારી જેવા ગંભીર મુદ્દા છતાં પણ ભાજપે હિમાલય જેવી બહુમતીથી વિજય મેળવ્યો. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા માટે મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દા રહ્યા નથી. ગુજરાતની પ્રજાએ જાણે ગુજરાત સરકાર નહી પણ ભારતની સરકાર ચૂંટતી હોય રીતે મતદાન કર્યુ.

યુકેના ઇન્ડિપેન્ડન્ટ અખબાર દ્વારા નોંધવામાં આવ્યું છે કે આ ચૂંટણી જાણે ગુજરાત વિધાનસભા ચૂંટણી નહી પણ લોકસભાની ચૂંટણી લડાતી હોય તે રીતે લડાઈ. લોકોએ પણ જાણે ગુજરાત સરકાર માટે નહી ભારતની સરકાર માટે આપતા હોય તે રીતે વોટ આપ્યા. આ પ્રકારનું પરિણામ સ્વાભાવિક રીતે 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપનો જુસ્સો વધારશે.

મધ્યપૂર્વના જાણીતા અખબાર અલઝઝીરાએ પણ લખ્યુ હતુ કે આ જબરજસ્ત વિજય બતાવે છે કે ગુજરાતમાં ભાજપની વોટબેન્ક હજી પણ અકબંધ રહી છે તેવું નથી પણ વધી છે. વડાપ્રધાન મોદીનો મેજીક હજી પણ ગુજરાતની પ્રજા પર છવાયેલો છે. વડાપ્રધાન મોદીના આ મેજિકનું પુનરાવર્તન બીજા રાજ્યોની આગામી ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં પણ થઈ શકે છે.

પાકિસ્તાનના અખબાર ડોને જણાવ્યું હતું કે ચૂંટણી પરિણામ બતાવે છે કે ગુજરાતની પ્રજા પર મોદી મેજિક યથાવત છે. ગુજરાતની પ્રજા આજે પણ મોંઘવારી અને બેરોજગારી છતાં હિંદુત્વને વરેલી છે. વડાપ્રધાન મોદી જાણે ગુજરાતની નસેનસ જાણે છે. તેથી જ મોરબી જેવી ઘટના છતાં પણ ગુજરાતની પ્રજાએ ભાજપને ખોબે-ખોબે વોટ આપ્યા છે.

ચીનની સરકારી સમાચાર સંસ્થાએ પણ જણાવ્યું હતું કે ગુજરાતના વિજયે વડાપ્રધાન મોદીને ફરીથી નવી તાકાત આપી છે. ગુજરાત તેમનું હોમ સ્ટેટ છે. તેમા મળેલો વિજય તેમને રાષ્ટ્રીય સ્તરે નવા પ્રયોગો કરવાની તાકાત પૂરી પાડશે.

આ પણ વાંચોઃ

Bjp Gujarat/ સાંજે દિલ્હી જશે પાટિલ અને ભૂપેન્દ્ર પટેલઃ પીએમને મળી મંત્રીમંડળને આપશે આખરી ઓપ

Terrorist Activity/ પંજાબમાં આતંકવાદ બેઠો થઈ રહ્યો છેઃ તરનતારન પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો