Twitter Hacked/ YSR કોંગ્રેસનું ટ્વિટર હેન્ડલ હેક, મસ્કના ફોટા સાથે કરવામાં આવી ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલ પોસ્ટ

હેકિંગની પુષ્ટિ કરતા, આંધ્ર પ્રદેશના મુખ્ય ડિજિટલ ડિરેક્ટર દેવેન્દર રેડ્ડીએ કહ્યું કે ટ્વિટર હેન્ડલને ફરીથી નિયંત્રણમાં લાવવાના પ્રયાસો ચાલુ છે. આ અંગે ટ્વિટરના અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે.

India Trending
ટ્વિટર હેન્ડલ હેક

YSR કોંગ્રેસ પાર્ટીનું સત્તાવાર ટ્વિટર હેન્ડલ શનિવારે હેક કરવામાં આવ્યું હતું. હેકર્સે પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ટ્રેડિંગ માટે ઉપયોગમાં લેવાતા ‘બોર્ડ એપ યાટ ક્લબ’ (BAYC), ‘નોન ફંગિબલ ટોકન’ (NFT) ની તસવીરો પોસ્ટ કરી હતી. આ સિવાય કેટલીક પોસ્ટમાં ટ્વિટર ચીફ એલોન મસ્કની તસવીરોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વેબસાઈટ હેક થઈ હોવાની પુષ્ટિ કરતાં, આંધ્ર પ્રદેશના મુખ્ય ડિજિટલ ડિરેક્ટર દેવેન્દ્ર રેડ્ડી ગુરુરામપતિએ કહ્યું કે તેઓ ટ્વિટર સત્તાવાળાઓ સાથે આ સમસ્યાનો ઉકેલ લાવી રહ્યાં છે. તેમણે કહ્યું, “અમે ટ્વિટરને ફરિયાદ કરી છે અને તેઓ તેના પર કામ કરી રહ્યા છે. તે ટૂંક સમયમાં ઉકેલાઈ જવાની અપેક્ષા છે.”

નોંધનીય છે કે આ પહેલા 1 ઓક્ટોબરે આંધ્રપ્રદેશમાં વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટીનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું. જો કે, તે પછીથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:સાંજે દિલ્હી જશે પાટિલ અને ભૂપેન્દ્ર પટેલઃ પીએમને મળી મંત્રીમંડળને આપશે આખરી ઓપ

આ પણ વાંચો:પંજાબમાં આતંકવાદ બેઠો થઈ રહ્યો છેઃ તરનતારન પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો

આ પણ વાંચો:નવા મંત્રીમંડળ પર આરએસએસનો હશે પ્રભાવઃ સી.આર. પાટીલની RSSના અગ્રણીઓ સાથે બેઠક