ગુજરાત વિધાનસભા ચૂંટણી 20222મા ભાજપના ભવ્ય વિજય પછી ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે સંઘના અગ્રણીઓ સાથે મુલાકાત કરી છે. સી આર પાટીલ RSSના હેડગેવાર ભવનમાં પહોંચ્યા હતા. અહીં તેમણે RSSના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. આના પગલે એવો સંકેત મળ્યો છે કે નવી સરકારના મંત્રીમંડળમાં આરએસએસનો પ્રભાવ જોવા મળ્યો છે.
ગુજરાતના નવા મંત્રીમડળની રચના માટે ભાજપે ત્રણ રાષ્ટ્રીય નિરીક્ષક કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને નિરીક્ષક જાહેર કર્યા છે. તેના પગલે ભાજપના ટોચના નેતાઓ રાજનાથસિંહ, બી.એસ. યેદિયુરપ્પા તથા અર્જુન મુંડા ગુજરાતના નવા મુખ્યમંત્રી મંડળ માટે આજે ગુજરાત આવશે. તેમાથી યેદિયુરપ્પા આવી ગયા છે.
ગુજરાત આવીને નિરીક્ષકો સૌપ્રથમ ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપશે. તેની સામે સરકારના મંત્રીમંડળમાં અનેક જૂના જોગીઓને રિપીટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અનેક નવા ચહેરાઓને સ્થાન મળે એવી પ્રબળ સંભાવના રહેલી છે. આ સાથે જ નવા મંત્રીમંડળમાં બ્રાહ્મણ, ઓબીસી અને આદિવાસી ચહેરાઓને વધારે સ્થાન મળે એવી શક્યતા વર્તાઈ રહી છે.
આ પણ વાંચોઃ
