Not Set/ #DelhiAssemblyElection2020/ જાણો કઇ કઇ હસ્તિઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 માટે આજે થઇ રહેલા મતદાનનું સવારે 10 વાગ્યા સુઘી બીલકુલ નિરશ જોવામાં આવી રહ્યુ હતું. પ્રથમ બે કલાકમાં મતદાન ખૂબ જ ધીમું રહ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 10 વાગ્યા સુધીમાં 4.33 ટકા મતદાન થયું છે. સાથે સાથે એક દુખદ ઘટના પણ બનાવા પામી છે, જેમા 50 વર્ષીય ચૂંટણી અધિકારી […]

Top Stories Gujarat Assembly Election 2022 India

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 માટે આજે થઇ રહેલા મતદાનનું સવારે 10 વાગ્યા સુઘી બીલકુલ નિરશ જોવામાં આવી રહ્યુ હતું. પ્રથમ બે કલાકમાં મતદાન ખૂબ જ ધીમું રહ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 10 વાગ્યા સુધીમાં 4.33 ટકા મતદાન થયું છે. સાથે સાથે એક દુખદ ઘટના પણ બનાવા પામી છે, જેમા 50 વર્ષીય ચૂંટણી અધિકારી ઉમેશકુમાર, જે ઉત્તર-પૂર્વ દિલ્હીના બાબરપુર પ્રાથમિક શાળાના મતદાન મથક પર ફરજમાં હતા તેઓ મૃત્યુ પામ્યા છે. આપને જણાવી દઈએ કે. આ ચૂંટણી મુકાબલામાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રણેય પક્ષો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. તમામ હકીકતો વચ્ચે દિલ્હીમાં નવી સરકારનાં ચયન માટે આ હસ્તિઓ દ્વારા પોતાનાં મતાઘિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે…..

મહામહિમ – ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાની પત્ની સવિતા કોવિંદ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રાજેન્દ્રપ્રસાદ કેન્દ્રીય વિદ્યાલયમાં મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે મતદાન કર્યુંં, આપને જણાવી દઇએ કે, કેજરીવાલનાં પુત્ર દ્વારા આજે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન બાદ કેજરીવાલે કહ્યું કે, મારા પુત્રએ પ્રથમ વખત મતદાન કર્યું છે હું,  તમામ યુવા મતદારોને મત આપવા બહાર આવવા વિનંતી કરુ છુંં. તમારી ભાગીદારી લોકશાહીને મજબૂત બનાવે છે.

દિલ્હીનાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને તેમની પત્ની માલા બેજલ સાથે ગ્રેટર કૈલાસના મતદાન મથક પર મત આપ્યો. આપના સીટીંગ ધારાસભ્ય અને ઉમેદવાર સૌરભ ભારદ્વાજ અહીંથી ભાજપના શિખા રાય અને કોંગ્રેસના સુખબીર પવાર સામે ચૂંટણી લડી રહ્યા છે

વિદેશ પ્રધાન ડો એસ. જયશંકરે તુગલાખ ક્રેસેન્ટ ખાતે એનડીએમસી સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ એજ્યુકેશનમાં સ્થાપિત મતદાન મથક પર પોતાનો મત આપ્યો. તે કહે છે, “મત આપવો એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે.”

પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ અને તેમની પત્ની ગુરશન સિંહે નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારના નિર્માણ ભવનમાં મત આપ્યો.

કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારના નિર્માણ ભવનમાં પોતાનો મત આપ્યો છે. તેમની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા, જે લોધી એસ્ટેટ ખાતે પોતાનો મત આપ્યો હતો.

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી ઔરંગઝેબ લેન પરના મતદાન મથક પર મત આપ્યો હતો

તમામ રાજકીય હસ્તિઓ વચ્ચો બોલીવુડ એક્ટ્રેસ તપસી પન્નુએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાગ તાપસીએ કહ્યું કે, ‘દરેક મત કિંમતી છે – મતાધિકારનો ઉપયોગ જરુર કરવો જોઇએ ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.