Terrorist Activity/ પંજાબમાં આતંકવાદ બેઠો થઈ રહ્યો છેઃ તરનતારન પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો

પંજાબમાં ફરીથી આતંકવાદ બેઠો થઈ રહેવાનો સંકેતો મળ્યા છે. પંજાબના તરનતારન જિલ્લામાં રોકેટ લોન્ચર વડે આખુ પોલીસ સ્ટેશન જ ઉડાવી દેવાનો પ્રયાસ થયો છે.

Top Stories India
Tarantaran attack પંજાબમાં આતંકવાદ બેઠો થઈ રહ્યો છેઃ તરનતારન પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો

પંજાબમાં ફરીથી આતંકવાદ બેઠો થઈ રહેવાનો સંકેતો મળ્યા છે. પંજાબના તરનતારન જિલ્લામાં રોકેટ લોન્ચર વડે આખુ પોલીસ સ્ટેશન જ ઉડાવી દેવાનો પ્રયાસ થયો છે. તરનતારન જિલ્લામાં અમૃતસર-ભટિંડા હાઇવે પર સરહાલી પોલીસ સ્ટેશન પર શનિવારે વહેલી સવારે રોકેટ લોન્ચરથી હુમલો કર્યો હતો. સદનસીબે રાત્રે કરાયેલા હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ હુમલાથી પોલીસ સ્ટેશનની ઇમારતને નુકસાન થયું છે.

તરનતારન પોલીસે પણ આ હુમલાને સમર્થન આપતા જણાવ્યું હતું કે આ હુમલો લગભગ મધરાત્રિએ એક વાગે થયો હતો. રોકેટ રાત્રે એક વાગે ગેટ સાથે અથડાયુ હતુ. તેના લીધે બિલ્ડિંગને નજીવું નુકસાન થયુ તુ. આ હુમલો તરનતારનમાં સાંજ સેન્ટર બિલ્ડિંગ (સરહાલી પોલીસ સ્ટેશન) પર થયો હતો. મોડી રાત્રે કેન્દ્રમાં સ્ટાફની નહીવત હાજરી હોવાના લીધે હુમલાની ખાસ અસર થઈ ન હતી. આ હુમલો દિવસે થયો હોત તો જાનહાનિનો પણ ભય હતો.

આ હુમલા પાછળ ખાલિસ્તાન તરફી આતંકવાદીઓનો સીધો હાથ હોવાનું કહેવાય છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇના ઇશારે પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદને બેઠો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે પંજાબમાં સક્રિય સ્લિપર સેલ દ્વારા આ હુમલો કરાયો છે.

આ હુમલો આતંકી હરવિંદર સિંહ ઉર્ફે રિંદાના મૂળ ગામમાં કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા રિંદાના મોતની માહિતી સામે આવી હતી. જોકે, બાદમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સમાચારને નકારી કાઢવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે રિંદા જીવિત છે.

આ પણ વાંચોઃ

Bjp Gujarat/ નવા મંત્રીમંડળ પર આરએસએસનો હશે પ્રભાવઃ સી.આર. પાટીલની RSSના અગ્રણીઓ સાથે બેઠક

Political/ કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ PM મોદી પર કર્યો શાબ્દિક હુમલો,જાણો શું કહ્યું…