સુરત/ બારડોલીનાં સ્વામિનારાયણ મંદીર પાસે વાને સ્કુલરિક્ષાને એવી ટક્કર મારી કે….. વિદ્યર્થિનીઓ

વિદ્યાર્થીનીઓને મુકવા માટે જતી રિક્ષાને ઇકો કારના ચાલકે ટક્કર મારતા રિક્ષામાં સવાર 6 વર્ષીય માસુમ બાળકીને પગમાં ફેકચર થયુ.

Gujarat Others
બારડોલી

બારડોલીનાં સ્વામિનારાયણ મંદીર નજીક અકસ્માતની ઘટના બની હતી. એક રીક્ષાને ઇકો કારના ચાલકે ટક્કર મારી હતી. રીક્ષામાં સવાર બે વિદ્યાર્થીનીઓને ઇજા પોહચી હતી. અકસ્માતની આખી ઘટના નજીકમાં લાગેલ સી.સી.ટી.વીમાં કેદ થઇ છે.

બારડોલી

સુરત જિલ્લાના બારડોલીના મુદિત પેલેસથી સ્વામિનારાયણ મંદિર નજીક જતા માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી. મુદિત પેલેસથી સ્વામિનારાયણ મંદિર નજીક શાસ્ત્રી રોડ પર એક રીક્ષા વિદ્યાર્થીનીઓને મુકવા માટે જઇ રહી હતી. આ દરમિયાન પુરઝડપે પાછળથી હંકારી જતા ઇકો કારના ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી. રીક્ષાને ટક્કર વાગતા જ રીક્ષા પલટી મારી હતી. જોકે રીક્ષામાં બે વિદ્યાર્થીનીઓ સવાર હતી. અકસ્માતમાં રીક્ષા પલ્ટી મારતા રિક્ષામાં બેસેલી બે માસુમ વિદ્યાર્થીનીઓને ઇજા પોહચી હતી. જેમાં બારડોલીના ગાંધીરોડ પર આશિયાના નગરમાં રહેતી આલયાના અઝીઝ શેખ કે જે પહેલા ધોરણમાં પ્લેપેન શાળામાં અભ્યાસ કરે છે. તેં છ વર્ષીય માસુમ આલયાનાને પગમાં ફેકચર થતા તાત્કાલિક સ્થાનિકોએ નજીકની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રિક્ષાને ટક્કર મારી ઇકો કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થયેલ જોવા મળી હતી.

આ પણ વાંચો :  ‘નલ સે જલ’ અભિયાન અંતર્ગત રાજ્યનાં ૯૬.૫૦ ટકા ઘરોમાં નળ જોડાણ સંપન્ન