Sparrow/ વિશ્વ ચકલી દિવસ : આ ગામના યુવાનોએ દુર્લભ ચકલીઓ માટે કર્યું કઈક આવું

અરવલ્લી, આજના યાંત્રિક યુગ માં વધતા જતા પ્રદુષણ અને કોંક્રીટ ના વધતા જતા જંગલો ને કારણે શહેર અને ગામડાઓ માં ચકલીઓ નામ શેષ થતી જાય છે. પ્રદુષિત વાતાવરણ અને મોબાઈલ ટાવર ના વધતા જતા રેડિએશન તેમજ ગામડાઓમાં પણ ધાબાવાળા  મકાનો ને કારણે ચકલીઓ માળા બાંધી શક્તી નથી. પરિણામે ચકલીઓ નું અસ્તિત્વ ખતમ થવા લાગ્યું છે. […]

Gujarat
House Sparrow mar08 વિશ્વ ચકલી દિવસ : આ ગામના યુવાનોએ દુર્લભ ચકલીઓ માટે કર્યું કઈક આવું

અરવલ્લી,

આજના યાંત્રિક યુગ માં વધતા જતા પ્રદુષણ અને કોંક્રીટ ના વધતા જતા જંગલો ને કારણે શહેર અને ગામડાઓ માં ચકલીઓ નામ શેષ થતી જાય છે. પ્રદુષિત વાતાવરણ અને મોબાઈલ ટાવર ના વધતા જતા રેડિએશન તેમજ ગામડાઓમાં પણ ધાબાવાળા  મકાનો ને કારણે ચકલીઓ માળા બાંધી શક્તી નથી. પરિણામે ચકલીઓ નું અસ્તિત્વ ખતમ થવા લાગ્યું છે.

અરવલ્લીના મેઘરજ તાલુકાના રેલ્લાવાળા ગામે ગામના યુવાનો એ ગામમાં તથા આસપાસના ગામડાઓમાં હજારોની સંખ્યામાં પાણીના કુંડા તથા ચકલીઓના માળા લગાવી ચકલીઓને બચાવવાનો સરાહનીય પ્રયોગ હાથ ધર્યો છે. જેના કારણે આપણા દેશની દુર્લભ ચકલીઓને ગામ લોકો બચાવી શક્યા છે.

આજના જન્મેલા બાળકો અને નાના વિદ્યાર્થીઓને ચકલીઓ ના અવાજ માત્ર સ્પીકર દ્વારા કૃત્રિમ રીતે સાંભળવા મળતા હતા. ત્યારે રેલ્લાવાડા ગામ ના યુવાનો એ આજથી 6 વર્ષ પહેલા વિશ્વ ચકલી દિવસના રોજ ચકલીઓને બચાવવા માટે અભિયાન ઉપાડવાનો સંકલ્પ કર્યો હતો તે મુજબ પોતાના ગામમાં અને આસપાસના ગામડાંઓમાં હજારોની સંખ્યામાં પાણીના કુંડા અને ચકલીઓના માળા લગાવ્યા જેના કારણે આજે દરેકના ઘર આંગણે દુર્લભ ચકલીઓનો કલરવ સાંભળવા મળે છે. ત્યારે આજે વિશ્વ ચકલી દિવસના રોજ ગામના યુવાનો દરેકને પોતાના ઘર આગળ ચકલીઓ માટે પાણીના કુંડા અને માળા લગાવવા સંદેશ આપવા માગે છે. જેથી લુપ્ત થતી ચકલીઓ ને બચાવી શકાય.

તો બીજી તરફ પાટણમાં પણ જીવદયા પ્રેમીઓ તેમજ સેવાકીય સંસ્થાઓ દ્વારા ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ પક્ષીઓને પીવા માટેના કુંડા તેમજ પૂંઠામાંથી બનાવેલ માળાનું વિતરણ કરાયું હતું ત્યારે શહેરીજનો એ પણ ચકલીઓનું રક્ષણ કરવાની ફરજ સમજી જાહેર કાર્યક્રમોમાં સહભાગી બન્યા હતા.