લંડન,
ગ્લોબલ બેંક HSBC દ્વારા તાજેતરમાં ગ્લોબલ વોર્મિંગના કારણે થનારા નુકશાનને લઇ જાહેર કરાયેલો રિપોર્ટ ભારત માટે ચિંતાજનક માનવામાં આવી રહ્યો છે. HSBCના રિપોર્ટ મુજબ, દુનિયામાં ગ્લોબલ વોર્મિંગથી સૌથી વધુ ખતરો અને સૌથી વધુ નુકશાન ભારતને જ ભોગવવું પડશે. ભારત બાદ આ મામલે પાકિસ્તાન, ફિલીપીન્સ અને બાંગ્લાદેશનો નંબર આવે છે.
HSBC બેંક દ્વારા કલાઈમેટ ચેન્જ સાથે જોડાયેલા ૬૭ વિકસિત, વિકાસશીલ અને સીમાવર્તી દેશોને થનારા સંભવિત નુકશાનને લઇ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ માટે બેંક દ્વારા ગ્લોબલ વોર્મિંગના ભૌતિક પ્રભાવ, વાતાવરણમાં થતા ફેરફારના કારણે બનતી મોટી ધટનાઓની સંવેદનશીલતા, ઊર્જા સંક્રમણના જોખમો અને કલાઈમેટ ચેન્જ પ્રતિ ઉઠાવવામાં આવતા પગલાંઓની ક્ષમતાને મુખ્ય માપદંડ બનાવવામાં આવ્યા છે.
આ વિકસિત દેશો અંગે વાત કરવામાં આવે તો, આ ૬૭ માંથી દુનિયાના ૧/૩ દેશો ૮૦ ટકા વસ્તી અને ૯૪ ટકા વિશ્વની ઘરેલું ઉત્પાદન ક્ષમતા શામેલ છે.
HSBC દ્વારા આ રેન્કિંગ તૈયાર કરવા માટે દરેક ક્ષેત્રોમાં આ દેશોના આંકડાઓનું એવરેજ કાઢવામાં આવતું હોય છે. આ મુજબ, કેટલાક દેશો સામે મહત્વના ક્ષેત્રોમાં સૌથી વધુ નુકશાન છે જયારે બીજા અન્ય દેશો સામે ઓછા નુકશાનનો ખતરો છે.
HSBC દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જે ચાર દેશોને સૌથી વધુ ખતરો છે, જેમાં ભારત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે ખેતી માંથી કમાણી ઘટી શકે છે, ખાસ કરીને જે વિસ્તારોમાં તાપમાન વધવાથી અને વરસાદ ઓછો થવાના કારણે તેઓ સૌથી વધુ પ્રભાવિત હશે.
જયારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ફિલીપીન્સની સામે વાવાઝોડું અને પુરનો સૌથી મોટો ખતરો છે. HSBC દ્વારા પાકિસ્તાનની રેન્કિંગ એ દેશોમાં રાખવામાં આવી છે જ્યાં કલાઈમેટ ચેન્જના સામે લડવા માટે સૌથી ઓછી વ્યવસ્થાઓ છે.
ગ્લોબલ વોર્મિંગથી થનારા સૌથી વધુ નુકશાનના ચપેટમાં આવનારા ટોચના ૧૦ દેશોમાં ૫ દક્ષિણ એશિયા અને ૫ દક્ષિણ પૂર્વ એશિયાના પાંચ દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાં ઓમાન, શ્રીલંકા, કોલંબિયા, મેક્સિકો, કેન્યા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
જયારે જે દેશોમાં સૌથી ઓછા નુકશાનની ભીતિ છે તે દેશોમાં ફિનલેન્ડ, સ્વીડન, નોર્વે, એસ્ટોનિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬માં HSBC દ્વારા ગ્લોબલ વોર્મિંગના નુકશાન સાથે સંકળાયેલા G -૨૦ દેશોનું જ આંકલન કરવામાં આવ્યું હતું.
