Not Set/ દુનિયામાં આ દેશમાં પહેલી વખત ડ્રાઇવર વગર દોડશે બુલેટ ટ્રેન

ચીન, શું તમે કયારે એન્જીન ડ્રાઇવર વગરની ટ્રેન દોડતી જોઈ છે એ પણ 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમે કહેશો કે આવી ટ્રેનો ફિલ્મોમાં જ હોય.પરંતુ ના, એવું નથી.ચીન હવે એક એવી બુલેટ ટ્રેન દોડવા જઇ રહ્યું છે જેમાં એન્જિન ડ્રાઇવર નહિ હોય ચાઇના એકેડેમી ઓફ રેલ્વે સાસન્યીસે જણાવ્યું કે, આ બુલેટ ટ્રેન ડ્રાઇવર વગર […]

World

ચીન,

શું તમે કયારે એન્જીન ડ્રાઇવર વગરની ટ્રેન દોડતી જોઈ છે એ પણ 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમે કહેશો કે આવી ટ્રેનો ફિલ્મોમાં જ હોય.પરંતુ ના, એવું નથી.ચીન હવે એક એવી બુલેટ ટ્રેન દોડવા જઇ રહ્યું છે જેમાં એન્જિન ડ્રાઇવર નહિ હોય

ચાઇના એકેડેમી ઓફ રેલ્વે સાસન્યીસે જણાવ્યું કે, આ બુલેટ ટ્રેન ડ્રાઇવર વગર દોડશે. રેલ્વે સ્ટેશન પરથી એની જાતે જ ઉપડશે અને બે રેલ્વે સ્ટેશન વચ્ચે એની જાતે ચાલશે અને તેના ટાઇમ ટેબલ પ્રમાણે ચાલશે.”

ડ્રાઇવર વગરની બુલેટ ટ્રેનની ટ્રાયલ ગયા વર્ષે લેવાઇ ચૂકી છે. 2018નાં વર્ષમાં ચાઇના રેલ કોર્પોરેશન દ્વારા બીજિંગ અને સાંઘાઇ વચ્ચે આ ટ્રેનનો ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો.હાલમાં જે ટ્રાયલ લેવામાં આવી તેમાં આ ડ્રાઇવર વગરની ટ્રેન 200 કિલોમીટર પ્રતિકલાક દોડે છે. પણ આગામી સમયમાં તેની સ્પીડ વધીને પ્રતિકલાક 350 કિલોમીટર પ્રતિ કલાક થઇ શકશે.

ચીન એવુ આયોજન કરી રહ્યું છે કે, આગામી સમયમાં મોટાભાગની ટ્રેનો ડ્રાઇવર વગર ચાલે અને પેસેન્જરોની સલામતી પણ વધે. ઓટોમેટિક ટ્રેનથી માણસોની સલામતી વધશે અને વધારે ટેકનોલોજીનો ઉપયોગ થશે. સ્પીડ વધશે. વિકાસ થશે. જો કે, ડ્રાઇવર વગરની ટ્રેનમાં શરૂઆતનાં સમયમાં એક માણસને રાખવામાં આવશે જે સમગ્ર ટેકનોલોજીનું નિરીક્ષણ કરશે. જેથી કરીને એ જોઇ શકાય કે, કંઇ દુર્ઘટના ન બને.