પાકિસ્તાન સરકાર દ્વારા આજે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શિલાન્યાસ સેરેમનીમાં ઘણાં લોકો હાજર રહ્યાં હતા. કોરિડોર પાકિસ્તાનનાં ગુરુદ્વારા દરબાર સાહિબ અને ગુરદાસપુરનાં ડેરા બાબા નાનકને જોડશે. આ ઇવેન્ટનું ઉદ્ઘાટન પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં પાકિસ્તાન આર્મી ચીફ પણ હાજર રહ્યાં હતા.
આ કરતારપુર કોરિડોર પ્રોજેક્ટથી લોકો વિઝા વગર શીખોના પવિત્ર ધામ સુધી મુસાફરી કરી શકશે. આ પ્રોજેક્ટ આવતાં 6 મહિનામાં પૂર્ણ થઇ જશે એવું માનવામાં આવી રહ્યું છે.

આ સેરેમનીમાં ભારતનાં યુનિયન મિનિસ્ટર હરસિમરત કૌર બાદલ, હરદીપસિંહ પૂરી અને નવજોતસિંહ સિદ્ધુ હાજર રહ્યાં હતા. નવજોતસિંહ સિદ્ધુનાં આ સેરેમનીમાં જવાનાં નિર્ણયને લઈને ઘણી ચર્ચાઓ થઇ હતી. પંજાબનાં સીએમે પાકિસ્તાનનાં આમંત્રણને નકારી દીધું હતું.
આ સેરેમનીમાં નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે, ‘બંને સરકારે સમજવું જોઈએ કે હવે આપણે આગળ વધી જવું જોઈએ. મારા પિતા મને કહેતાં હતા કે પંજાબ મેલ લાહોર સુધી જતી હતી અને હું માનું છું કે આ આગળ જવી જોઈએ પેશાવર સુધી, અફઘાનિસ્તાન સુધી.’
#WATCH: Navjot Singh Sidhu recites poetry in praise of Pakistan PM Imran Khan at the ground-breaking ceremony of #KartarpurCorridor in Pakistan. pic.twitter.com/DJqXG8pa4j
— ANI (@ANI) November 28, 2018
આ ઉપરાંત નવજોતસિંહ સિદ્ધુએ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનનાં વખાણ કરતાં એક કવિતા પણ સંભળાવી હતી.
