World News/ ટ્રમ્પે શાહબાઝ અને મુનીરને બંધ રૂમમાં અડધો કલાક મુલાકત માટે રાહ જોવાડી

પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી.

World
Trump's meeting with Shahbaz Sharif

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરે 25 સપ્ટેમ્બરના રોજ સાંજે 4.30 વાગ્યે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત વ્હાઇટ હાઉસમાં બંધ દરવાજા પાછળ થઈ હતી. ટ્રમ્પે શાહબાઝ શરીફ અને અસીમ મુનીરને અડધા કલાક સુધી એક રૂમમાં રાહ જોવાડી હતી. જ્યારે અસીમ મુનીર અને શાહબાઝ શરીફ રૂમમાં રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ટ્રમ્પ પત્રકારોથી સાથે વાતો કરી રહ્યા હતા.

ટ્રમ્પે સિગ્નેચર સ્ટાઇલ બતાવી
આ મુલાકાત દરમિયાન ટ્રમ્પ સાથે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને વિદેશ સચિવ માર્કો રુબિયો પણ હતા. પાકિસ્તાને કહ્યું કે આ મુલાકાત સકારાત્મક વાતાવરણમાં થઈ હતી. બેઠક પછી જાહેર કરાયેલા ફોટામાં વડા પ્રધાન શાહબાઝ અને ફિલ્ડ માર્શલ મુનીર વાતચીત કરતા દેખાય. ગ્રુપ ફોટો દરમિયાન ટ્રમ્પે પણ પોતીની સિગ્નેચર સ્ટાઇલ બતાવી રહ્યા છે.

ટ્રમ્પની ગુપ્ત મુલાકાત
રાષ્ટ્રના વડાઓ સાથેની બેઠકો દરમિયાન ટ્રમ્પ ઘણીવાર તેમની સાથે એક મોટો પ્રેસ સ્ટાફ રાખતા હોય છે. પરતું આ મુલાકાત દરમિયાન ટ્રમ્પ તેમના બને મહેમાનોને મળવા પહોંચ્યા, ત્યારે રૂમનો દરવાજો પ્રેસ માટે બંધ હતો. આ ટ્રમ્પની પાછલી બેઠકોથી અલગ હતી. પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેઠકમાં ચર્ચા થયેલા મુદ્દાઓ અંગે હજુ સુધી માહિતી જાહેર કરવામાં આવી નથી.

શાહબાઝ શરીફની અમેરિકન રાષ્ટ્રપતિ સાથેની પહેલી મુલાકાત
ઓવલ ઓફિસમાં શાહબાઝ શરીફની અમેરિકન રાષ્ટ્રપતિ સાથેની આ પહેલી મુલાકાત હતી. છ વર્ષમાં કોઈ પાકિસ્તાની વડાપ્રધાને અમેરિકન રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હોય તેવી આ પહેલી બેઠક હતી. અગાઉની મુલાકાત જુલાઈ 2019માં ઈમરાન ખાન અને ટ્રમ્પ વચ્ચે થઈ હતી.

ટ્રમ્પે શાહબાઝને 30 મિનિટ સુધી રાહ જોવાડી
પાકિસ્તાની વડા પ્રધાન રાતે 2:30 વાગ્યે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા, જ્યારે ટ્રમ્પ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી રહ્યા હતા અને પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. આના કારણે ટ્રમ્પ અને શાહબાઝ વચ્ચેની મુલાકાત લગભગ 30 મિનિટ મોડી પડી. બાદમાં બંને લગભગ 20 મિનિટ સુધી મળ્યા. શાહબાઝ રાતે 3:48 વાગ્યે વ્હાઇટ હાઉસથી નીકળી ગયા. બેઠક પહેલા પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે વ્હાઇટ હાઉસમાં એક “મહાન નેતા” આવી રહ્યા છે.

______________________________________________________________________________________________________

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  USA News/ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, ફાર્મા, ફર્નિચર અને ટ્રક આયાત પર નવા કડક દરો લાદશે!

આ પણ વાંચો: USA News/ટ્રમ્પના મતે યુએન ‘નિષ્ફળ સંસ્થા’, અમેરિકાએ જ મોટું કરેલું વટવૃક્ષ હવે ‘બિનજરૂરી’

આ પણ વાંચો: World News/ડોક્ટરોને H-1B વિઝા ફીમાંથી એક લાખ ડોલરની છુટ આપી શકે છે અમેરિકા