સીરિયાએ એવો દાવો કર્યો છે, કે ઇઝરાયલે સોમવારે સવારે તેમના એરબેઝ પર 8 મિસાઈલ દાગી છે. રશિયાના રક્ષા મંત્રાલયે પણ હુમલા પાછળ ઈઝરાયલનો હાથ છે તેવું જણાવ્યું છે. રશિયાની ન્યુઝ એજન્સી આરઆઇએ નાવેસ્તીએ મંત્રાલયના હવાલાથી જણાવ્યું છે કે ઇઝરાયલના બે એફ-15 લડાકુ વિમાનોએ લેબનાનનાં હાઈ ક્ષેત્રથી સીરિયન એરબેઝ પર હુમલો કર્યો છે. માનવાધિકાર સંસ્થા સીરીયન ઓબ્ઝર્વવેટીના કહેવા પ્રમાણે હુમલામાં ઓછામાં ઓછા 14 ઈરાની સૈનિકોની મોત થઇ છે. આ શનિવારે સીરીયાયી સરકારે કરેલા કેમિકલ એટેક પછીની ગતિવિધિ માનવામાં આવી રહ્યું છે. આ હુમલામાં 80 લોકોનાં મોત નીપજ્યા છે.
- હુમલો પર ઇઝરાયલનું મૌન
ઇઝરાયલના અધિકારીઓએ આ હમલા પર હજુ પણ કોઈ પ્રતિક્રિયા નથી આપી. જેમકે, ફેબ્રુઆરીમાં ઈરાની ડ્રોનનું ઇઝરાયલી સીમામાં ઘુસણખોરી બાદ ઇઝરાયલે કાર્યવાહી નામે ઈરાની બેસને નિશાનો બનાવ્યું હતું. સામાન્ય રીતે સીરિયાની સ્થિતિ પર ઇઝરાયલની કોઈ દખલ નથી જોવા મળી, પરંતુ ઈરાન વિરુદ્ધ તેને ઘણીવાર કાર્યવાહીની વાત કબુલી છે.
- ઘટનાગ્રસ્ત જગ્યા પર રશિયાના સૈનિકોની ઉપસ્થિતિ
ન્યુઝ એજન્સીએ સીરિયાના સરકારી ટેલીવિઝનના હવાલાથી જણાવ્યું હતું કે સોમવાર તડકે હોમ્સ શહેરના ટર્મિનલ 4 એરફિલ્ડમાં જોરદાર ધમાકાઓ સાંભળવામાં આવ્યા હતા. ટેલીવિઝને સીરિયાના એક સેન્ય સુત્ર હવાલાથી જણાવ્યું હતું કે એરબેઝ પર 8 મિસાઈલ દાગવામાં આવી હતી. હમલાવાળી ઘટના સ્થળે મોટી સંખ્યામાં રશિયન સૈનિકો પણ ઉપસ્થિત હતા.
- ઘણા લોકોના મોતનો અંદાજો
બ્રિટેન સ્થિત સીરીયાયી સંસ્થા સીરીયન ઓબ્ઝરવેટરી ફોર હ્યુમન્સ રાઈટ્સનો દાવો છે કે 14 ઈરાની સૈનિકો માર્યા ગયા છે. જેમકે અમુક ખબરોના આધારે આમ નાગરિકો સમેત રૂસી સૈનિકોના માર્યા જવાની પણ ખબર મળી છે.

- અમેરિકાએ હુમલાથી કર્યો ઇનકાર
અમેરિકાના રક્ષા વિભાગના મુખ્યાલય પેન્ટાગને જણાવ્યું હતું કે, સિરિયામાં થયેલા હવાઈ હુમલામાં તેમનો કોઈ હાથ નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે રાસાયણિક હુમલો વિચાર્યા વગર કરવામાં આવ્યો છે. જેમાં ઘણા બાળકો અને મહિલાઓનું મોત નીપજ્યું હતું. રશિયા અને ઈરાન સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સમર્થન આપવા માટે જિમ્મેદાર છે. તેમને આ માટે મોટી કિંમત ચૂકવવી પડશે.
- સિરિયામાં શું છે ખરેખર વિવાદ?
જુલાઈ 2011 માં સીરીયાયી સેનાનાં અમુક ઓફિસરોએ અસદ સરકાર વિરુદ્ધ બગાવત કરી દીધી હતી. ત્યારબાદ ત્યાં એક અલગ લશ્કરી જૂથ બનાવી લેવામાં આવ્યું હતું. ડીસેમ્બર 2011 થી 2012 સુધી દેશમાં જગ્યાએ-જગ્યાએ હુમલો થયા હતા. અલકાયદાના લીડર અયમાન અલ જવાહિરીએ સીરીયાયી લોકોને જેહાદના નામે લોકોને આગળ આવાની અપીલ કરી હતી. ત્યાર બાદ પાછલા ત્રણ વર્ષમાં ISI એ ત્યાં પોતાના આતંકીઓ મોકલવાના શરુ કરી દીધા હતા. 2013 માં સીરીયાયી સરકાર દ્વારા પેહેલીવાર વિરોધીઓ પર ઝેરી ગેસનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. પ્રેસિડેન્ટ અસદ વિરુદ્ધ શરુ થયેલા હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધી લગભગ 4 લાખ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.
- સીરિયામાં કોણ કોની સાથે?
અસદ માટે સીરીયા ડેમોક્રેટિક ફોસેર્સ (એસડીએફ)ને રશિયા અને ઈરાન સપોર્ટ કરી રહ્યા છે. જયારે અમેરિકા પર આરોપ છે કે તેઓ અસદ વિરુદ્ધ વિદ્રોહીઓને મદદ કરી રહ્યા છે. જેમકે અમેરિકા અને રશિયા કહે છે કે તેમનાં દુશ્મન એક જ છે.
